પશુ કલ્યાણ બોર્ડ દ્વારા 14 ફેબ્રુઆરીના દિવસે કાઉ હગ ડે મનાવવાની અપીલ કરવામાં આવી
વડોદરમાં પશુ કલ્યાણ બોર્ડે કાઉ હગ ડે મનાવવા અપીલ કરી હતી. જેને લઇને વિવાદ પણ થયો હતો. પરંતુ વેલેન્ટાઇન ડેનાં બદલે કાઉ હગ ડે ઉજવવામાં આવ્યો હતો. ગાયને લોકોએ ગળે લગાડતા ભાવપૂર્ણ દ્રશ્યો સર્જ્યા હતાં.
Nidhi Dave, Vadodara: આજે વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં વેલેન્ટાઈન ડેને બદલે "કાઉ હગ ડે" મનાવવામાં આવ્યો. પશુ કલ્યાણ બોર્ડ દ્વારા 14 ફેબ્રુઆરીના દિવસે કાઉ હગ ડે મનાવવાની અપીલ કરવામાં આવી હતી, જેને લઈ વડોદરાના કેટલાક પશુપાલકોએ વેલેન્ટાઈન ડેના દિવસે કાઉ હગ ડે મનાવ્યો હતો.
પ્રેમ આપણે પશુ પ્રત્યે પણ બતાવી શકીએ છીએ
પશુપાલક દ્વારા ગાયનું પૂજન કરી હાર પહેરાવીને ગાયને ગળે લગાડી કાઉ હગ ડેની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. બાળકોથી લઈ વૃદ્ધો એ આ પૂજન દરમિયા ન ગૌ માતાનું પૂજન કરી ગળે લગાડતા ભાવપૂર્ણ દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
વડોદરા ના પશુપાલકોનું કહેવું છે કે, પ્રેમનો દિવસ ઉજવવો ખોટો નથી, પરંતુ એ પ્રેમ આપણે પશુ પ્રત્યે પણ બતાવી શકીએ છીએ. ગાય માતા કે જે આપણને દૂધ પૂરું પાડે છે,
જેની આપણે પૂજા અર્ચના કરીએ છીએ, તથા જીવન જરૂરી તમામ કામમાં ગાય માતા ઉપયોગી છે. તો આજના દિવસે કાઉ હગ ડેની ઉજવણી તમામ લોકોએ કરવી જોઈએ.
અમુક પશુપાલકોએ પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ પણ દર્શાવ્યો. આપણી ભારતીય સંસ્કૃતિને આગળ ધપાવીએ અને આપણી સંસ્કૃતિને આપણે ઉત્સાહભેર ઉજવી એ તેવા વિચારો વ્યક્ત કર્યા હતાં. બીજા બધા પ્રાણીઓ કરતા ગાયનું મહત્વ વિશેષ હોય છે. ગાયના ગૌ મૂત્ર અને છાણનો પણ ઉપયોગ કરવામાં આવે છે.