Home /News /madhya-gujarat /

વડોદરાઃ ચાર સ્કૂલોમાં સોલાર સિસ્ટમ લગાવી વર્ષે રૂપિયા 6 લાખની બચત

વડોદરાઃ ચાર સ્કૂલોમાં સોલાર સિસ્ટમ લગાવી વર્ષે રૂપિયા 6 લાખની બચત

ચાર

ચાર સ્કૂલોમાં સોલાર સિસ્ટમ

L & T ટેક્નોલોજી સર્વિસિસ અને આર્ચ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન, વડોદરા દ્વારા સી.એસ.આર. અંતર્ગત વડોદરા અને તેની આસપાસની 50 શાળામાં ધોરણ 6 થી 10 ના અભ્યાસક્રમને અનુરૂપ 109 જેટલા વર્કિંગ મોડલની નિ:શુલ્ક મિનિ સાયન્સ લેબ સ્થાપિત કરવામાં આવી

વધુ જુઓ ...
    વડોદરાઃ L & T ટેક્નોલોજી સર્વિસિસ અને આર્ચ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન, વડોદરા દ્વારા સી.એસ.આર. અંતર્ગત વડોદરા અને તેની આસપાસની 50 શાળામાં ધોરણ 6 થી 10 ના અભ્યાસક્રમને અનુરૂપ 109 જેટલા વર્કિંગ મોડલની નિ:શુલ્ક મિનિ સાયન્સ લેબ સ્થાપિત કરવામાં આવી છે.

    શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી એમ.ઇ.એસ. બોઇઝ હાઇસ્કૂલ સહિત શહેરની ચાર સરકારી સ્કૂલોમાં સોલાર સિસ્ટમ લગાવવાથી વાર્ષિક રૂપિયા 6 લાખ બચત થશે. આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને એલ.એન્ડ ટી. ટેકનોલોજી સર્વિસીસ દ્વારા ઇકો સ્કૂલ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ચાર સ્કૂલોમાં સોલાર સિસ્ટમ મુકાઈ છે.

    ટૂંક સમયમાં શાળાઓમાં પેપર બેંક પણ શરૂ કરાશે. વર્તમાન પરિસ્થીતીની માંગ પર્યાવરણની રક્ષા કરવાનું છે. ત્યારે ટૂંક સમયમાં શાળાઓમાં પેપર બેંક પણ શરૂ કરવામાં આવશે. આવનારા સમયમાં વડોદરા અને તેની આસપાસની શાળાઓને પણ ઇકો સ્કલ તરફ લઇ જવાનું આયોજન છે.

    આર્ચ ફાઉન્ડેશનના ડાયરેક્ટર નિશાંત શાહે જણાવ્યું હતું કે , વર્ષ 2021 થી વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આવેલી એમ.ઇ.એસ. બોઇઝ હાઇસ્કૂલ , પ્રતાપનગર રોડ ઉપર આવેલી સ્વામી વિધાનંદજી વિદ્યાવિહાર, ગીતામંદિર, સુભાનપુરા ખાતે આવેલી સી.એચ. વિદ્યાલય અને ગોત્રી ભાયલી રોડ ઉપર આવેલી શ્રી પ્રગતિ વિદ્યાલયમાં ઇકો સ્કૂલ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.

    પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શાળાઓની ભાગીદારી અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ક્રિયાત્મક, પ્રવૃત્તિલક્ષી અને શીખવાની પધ્ધતિમાં ફેરફાર કરીને પર્યાવરણીય સમસ્યાના ઉકેલ માટે યોગદાન આપવાનો છે. દરેક શાળામાં નિઃશુલ્ક 6 કે.વી.એ.નું ગ્રીડ લાઇન સોલર પેનલ લગાવવામાં આવી છે. આથી દરેક શાળાનું વીજ ભારણ ઓછું થશે તે સાથે સ્કૂલની આવકમાં વધારો પણ થશે. ઓરબીન બીન દ્વારા ઓર્ગેનિક કચરાનું સેન્દ્રીય ખાતરમાં રૂપાંતર કરીને તેનો વપરાશ શાળાના બગીચાઓમાં કરવામાં આવશે.
    First published:

    Tags: Gujarati News News, Solar-system, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन