ISIS મોડ્યૂલનો આતંકવાદી ઝફર વડોદરા કેવી રીતે પહોંચી ગયો?

News18 Gujarati
Updated: January 10, 2020, 1:39 PM IST
ISIS મોડ્યૂલનો આતંકવાદી ઝફર વડોદરા કેવી રીતે પહોંચી ગયો?
ઇન્સેટ તસવીરમાં ગુજરાત એટીએસએ ઝડપી પાડેલ તામિલનાડુનો રહેવાસી ઝાફર

વડોદરામાં રહેતા મુબારકની ઓળખાણ ઝફર સાથે ક્યાં થઇ કોણ છે મુબારક મલેક? જાણો વડોદરાથી ઝડપાયેલા ISISના આતંકવાદીની ઇનસાઇડ સ્ટોરી

  • Share this:
ફરીદખાન વડોદરા : સીમીના નવા અવતાર PFIનું નવું માળખું વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ઉભું કરવાના સાથે ISIS મોડ્યૂલ સાથે જોડેયેલ તામિલ આંતંકી ઝફર ઉમર વડોદરાથી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ગુજરાતમાં આંતંકી ટોળકીના બદઇરાદાને પાર પાડવા છેલ્લા 10 દિવસો થી ઝાફર ઉમર વડોદરા માં રહેતો હતો .વડોદરાના ગોરવા મધુનગર ફ્લાયઓવર પાસે બોરિયા માં આવેલ એક ઝુપડપટ્ટી માં 15 બાય 10ની કાચા પાકા મકાન માંથી ગુજરાત એટીએસ અને વડોદરા પોલીસના સયુંકત ઓપરેશનમાં ઝાફર સહિત તેને ગુજરાતમાં વડોદરામાં આશરો આપનાર મુબારક મલેક અને મુબારકના મિત્રને પણ એટીએસે ઝડપી લીધા છે .

ઝફર વડોદરા કેવી રીતે આવ્યો?


વડોદરાના ગોરવા વિસ્તારમાં જ્યાંથી આતંકવાદી ઝફર ઝડપાયો છે એ મકાન ગોરવાના રણજીતસિંહ રાઠોડનું છે. વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ ત્યારે રણજીતસિંહ રાઠોડના પૂત્ર ઝહીરે આ મકાન તેના મિત્ર ફિરોઝને આપ્યું હતું. ફિરોઝનું મકાન બની જતાં ફિરોઝે 10 દિવસ પહેલાં જ આ મકાન જંબુસરમાં રહેતા તેના સાળા મુબારક મલેકને આપ્યું હતું. મુાબરક મલેક એક ધાર્મિક કાર્યક્રમમાં તમિલનાડુ ગયો હતો જ્યાં તેનો સંપર્ક ઝફર સાથે થયો હતો. વડોદરામાં મુબારકે 26 ડિસેમ્બરથી ઝાફરને ગોરવામાં આ મકાન રહેવા માટે આવ્યું હતું. આતંકી ઝફર વડોદરામાં અબ્દુલ રહીમના નામથી રહેતો હતો અને વડોદરા તેમજ ભરૂચ સહિતમાં તેની હિલચાલ શંકાસ્પદ હતી.

આ પણ વાંચો : અમદાવાદ : Paytm,OLX, G-Payમાં એક જ દિવસમાં ઓનલાઇન છેતરપિંડીની 40 ફરિયાદથી હાહાકાર!

જંબુસરથી લોજિસ્ટિક સપોર્ટ મળ્યો
આતંકી ઝફરના વડોદરા સાથેના સંબંધની સ્ફોટક માહિતી બહાર આવી છે. ઝાફરને વડોદરા સાથે કોઈ સીધો સંબંધ નથી પરંતુ વડોજરાના જંબુસરથી તેને લોજિસ્ટીક્સ સપોર્ટ મળ્યો હતો. વડોદરા સુધીનું ટ્રાન્સપોર્ટેશન રહેવાની અને ખાવાપીવાની વ્યવસ્થા મુબારક મલેકે કરી આપી હતી. જોકે, ATSએ તેને ઝડપી પાડ્યો હતો.

વડોદરામમાં ઝાફરની દિનચર્યા શું હતી?


વડોદરામાં ઝફરને મોટાભાગના સ્થાનિકો અબ્દુલના નામથી ઓળખવા લાગ્યા હતા. સ્થાનિકોના મતે શંકાસ્પદ લાગતો ઝફર આખો દિવલ બહાર રહેતો હતો અને ઘરમાં ઘૂસતાં જ દરવાજો બંધ કરી દેતો હતો.

આ પણ વાંચો :  સુરત : સ્પામાં ગેરકાયદેસર રીતે કામ કરનાર 30 યુવતિઓને થાઇલેન્ડ પરત મોકલાશે

પોલીસે ઝાફરની શું પૂછપરછ કરી?

પોલીસે ઝફરની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દુભાષિયાની મદદ લીધી હતી કારણે કે ઝાફર તામિલ ભાષા બોલે છે અને જાણે છે. પોલીસે દૂભાષિયાની મદદ લઈને તેને પ્રશ્નો પૂછ્યા હતા. પોલીસે તેને તામિલનાડુથી લઈને વડોદરા સુધીની તમામ ગતિવિધિઓ વિશે પ્રશ્નો પૂછ્યા છે.
First published: January 10, 2020, 1:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading