Home /News /madhya-gujarat /Vadodara: વારંવાર વિઝિટિંગ કાર્ડ છપાવવામાંથી મળશે છુટકારો, આ વ્યક્તિએ આખી જિંદગી ચાલે તેવું સ્માર્ટ કાર્ડ બનાવ્યું

Vadodara: વારંવાર વિઝિટિંગ કાર્ડ છપાવવામાંથી મળશે છુટકારો, આ વ્યક્તિએ આખી જિંદગી ચાલે તેવું સ્માર્ટ કાર્ડ બનાવ્યું

X
લાખોની

લાખોની વિદેશની નોકરીને ના પાડી પોતાના દેશનું નામ દુનિયામાં રોશન કરવાનું વિચાર્યુ

વિઝિટિંગ કાર્ડ છપાવવા માટે દર વર્ષે કરવામાં આવતા ખર્ચમાંથી છુટકારો મળે અને સાથે કાગળની પણ સારી એવી બચત થાય અને કાર્ડમાં પાછળથી પણ સુધારો વધારો કરી શકાય એવા NFC સ્માર્ટ કાર્ડ બનાવવા માટે વડોદરાના યુવાન અર્જુન શર્મા એ WhoICard નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ છે.

વધુ જુઓ ...
વડોદરા: ઘણી વખત આપણે વિઝિટિંગ કાર્ડ ભૂલી જતા હોય છે અથવા તો ખોવાઇ જતા હોય છે, જેથી જરૂર હોય ત્યારે નથી મળતા. તો વિઝિટિંગ કાર્ડ છપાવવામાંથી કાયમી છુટકારો મળે અને તેના કારણે વિઝિટિંગ કાર્ડ છપાવવા માટે દર વર્ષે કરવામાં આવતા ખર્ચમાંથી છુટકારો મળે અને સાથે કાગળની પણ સારી એવી બચત થાય અને કાર્ડમાં પાછળથી પણ સુધારો વધારો કરી શકાય એવા NFC સ્માર્ટ કાર્ડ બનાવવા માટે વડોદરાના યુવાન અર્જુન શર્મા એ WhoICard નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ છે.

એન.એફ.સી ટેકનોલોજીથી માત્ર એક વખત કાર્ડ બનાવવું પડે. ત્યારબાદ તે કાર્ડને જે મોબાઈલમાં એન.એફ.સી હોય એમાં ટેપ કરવામાં આવે અને જો એનએફસી ના હોય તો એમાં ગૂગલ લેન્સ અથવા કોઇ પણ QR કોડ સ્કેનરથી સ્કેન કરવામાં આવે એટલે મોબાઈલની સ્ક્રીન પર જે તે વ્યક્તિનો ફોટો, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી, બધી જ સોશિયલ મીડિયા લિંક્સ, પ્રોડક્ટ, સર્વિસ, ઇન્કવાયરી ફોર્મ, અપોઇન્મેન્ટ, ફોટો ગેલેરી, વિડિઓ, પીડીએફ ફાઇલ, બ્રોશર, મેનુ ફાઈલ જેવી અનેક વિગતો આવી જાય અને તેને એક જ ક્લિકમાં સેવ કરી શકાય અને બધી જગ્યા પર શેર કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.NFC ( Near Field Communication ) ટેકનોલોજી એટલે શું ?

એનએફસી ટેકનોલોજી એ વાઇફાઇ અને બ્લુટુથ જેવીજ વાયરલેસ સુવિધા છે અને તેનો વપરાશ સરળતાથી કોઈપણ કરી શકે છે. જોકે, તેના માટે વધુમાં વધુ 4 સેન્ટિમીટર જ અંતર હોય ત્યારે જ તેનો વપરાશ થઇ શકે. તેના લીધે આ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. NFC એક એડવાન્સ ચીપ હોય છે જે હાલમાં આવતા એન્ડ્રોઇડ અને આઇફોનમાં આપવામાં આવતા હોય છે જેને ફક્ત ઓન કરવાનું હોય છે અને અમુક આઇફોનમાં તો પહેલેથી ઓન હોય છે, એના માટે કોઈ અલગથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પણ જરૂર હોતી નથી.હવે કોડિંગ નોલેજ વગર પણ દરેક વ્યક્તિ ફ્રીમાં વેબસાઈટ બનાવી શકશે !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા, દરેક વ્યક્તિની પણ વેબસાઇટ હોવી જોઈએ. એવા ઉદ્દેશ્યથી અર્જુન શર્મા એ NFC સ્માર્ટ કાર્ડની સાથે સાથે કોડિંગ નોલેજ વગર પણ ફ્રીમાં વેબસાઈટ બનાવી શકે એના માટે whoicard.com નામની વેબસાઇટ તૈયાર કરી છે જ્યાંથી કોઈ પણ ફ્રી માં ડોમેન અને હોસ્ટિંગ લીધા વગર ડાયનામિક વેબસાઇટ બનાવી શકશે અને એમાં જરૂર પડે ત્યારે કોઇની પણ મદદ વગર ફેરફાર કરી શકશે.

આ પણ વાંચો: અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, જાણી લો સોમવારે કયા રોડ રહેશે બંધ

કોઇપણ ધંધો કે વ્યવસાય ના હોય તો પણ પોતાનો ફોટો અને લોગો સાથે પોસાય એવું સ્માર્ટ NFC કાર્ડ બનાવી શકશે !

ધણા લોકો એવું વિચારે છે કે હું તો ધંધો કે વ્યવસાય નથી કરતો તો હું કાર્ડ કેવી રીતે બનાવું અને મારે તો જરૂર નથી, પણ હવે એવું નથી રહ્યું. કારણ કે હવે દરેક વ્યક્તિની બહુ જ બધી માહિતી હોય છે જે બીજા જોડે શેર કરવી હોય છે જેમકે સોશિયલ મીડિયા લિક્સ, બાયોડેટા, વિડિઓ, ફોટો, કોન્ટાક્ટ નંબર વગેરે. હવે કોઇપણ દુનિયાની કોઈપણ જગ્યાથી store.whoicard.com વેબસાઇટ પરથી પોતાની જરૂરિયાત પ્રમાણે પીવીસી, ઓરિજિનલ લેધર, મેટલ અને વુડન જેવા સ્માર્ટ NFC કાર્ડ ઓર્ડર કરી શકશે.લાખોની વિદેશની નોકરીને ના પાડી પોતાના દેશનું નામ દુનિયામાં રોશન કરવાનું વિચાર્યું !

અર્જુન શર્માએ જણાવ્યું કે, વિદેશમાંથી લાખો રૂપિયાના પેકેજની ઓફર હોવા છતાં પોતાના દેશ માટે અને દેશનું નામ દુનિયામાં રોશન થાય અને ટેક્નોલોજીમાં જેવી રીતે UPI માં નામ મેળવ્યું છે એ રીતે NFC ના સ્માર્ટ કાર્ડ દેશ અને વિદેશમાં એક્સપોર્ટ કરી અને સેવા આપવાનું વિચાર્યું છે. 6 મહિના રાત દિવસ મહેનત કરી અને પોતાના ભેગા કરેલા 15 લાખ રૂપિયાનો ખર્ચો કરીને પોતાના જ દેશમાં સર્વર લઇ અને બધા ડેટા સુરક્ષિત રહે એવી વેબસાઇટ બનાવી છે.
First published:

Tags: Local 18, Vadodara