Home /News /madhya-gujarat /Vadodara: ચાર યુવાનોએ મળીને બનાવી મલ્ટીપર્પઝ ઇલેક્ટ્રિક બાઈક,  300 કિલો વજન ખેચવા છે સક્ષમ

Vadodara: ચાર યુવાનોએ મળીને બનાવી મલ્ટીપર્પઝ ઇલેક્ટ્રિક બાઈક,  300 કિલો વજન ખેચવા છે સક્ષમ

X
મેડ

મેડ ઇન ઇન્ડિયા બાઇક વડોદરાના છોકરાઓએ બનાવી.

વડોદરા શહેરના ચાર યુવાનોએ ભેગા મળીને ઇલેક્ટ્રિક મલ્ટીપર્પઝ બાઈક બનાવી છે. આ બાઈક બજારમાં મળતી બાઈક કરતા ઘણી અલગ છે. આ બાઈક ફક્ત 30 થી 35 હજારમાં જ તૈયાર થઈ છે. આ  બાઈકની બજાર કિંમત 40 હજાર જેટલી રાખવામાં આવી છે.

વડોદરા: શહેરના ચાર યુવાનોએ ભેગા થઈને ઈલેક્ટ્રીક મલ્ટીપર્પઝ બાઈક બનાવી છે. આ બાઈક બજારમાં મળતી બાઈક કરતા ઘણી અલગ છે અને ખાસ કરીને ભાવમાં !!! અત્યારે ઇલેક્ટ્રિક બાઈકનો ક્રેઝ વધ્યો છે, પરંતુ એના ભાવ આસમાને છે જેથી દરેક લોકો ખરીદી શકતા નથી. તેથી વડોદરા શહેરના ચાર વિદ્યાર્થીઓ કશ્યપ ભટ્ટ, મહર્ષિ પંડ્યા, યશેષ રાવલ અને વિશ્વજીત ચૌહાણ એ ભેગા થઈને 2 મહિનામાં ઈલેક્ટ્રીક મલ્ટીપર્પઝ બાઈક બનાવી.

બાઈક એક વખતના ચાર્જિંગમાં 50 કિલોમીટર ચાલી શકે તેટલી ક્ષમતા ધરાવે છે, 300 કિલો જેટલું વજન ખેંચી શકે છે, તદુપરાંત બાઈકના ટાયર એવી રીતે રાખવામાં આવ્યા છે કે ખેડૂત ખેતરમાં પણ આ બાઈકને વાપરી શકે છે.



મેડ ઇન ઇન્ડિયા કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને બાઇકને વડોદરામાં જ બનાવી છે. વપરાયેલુ મટીરીયલ પણ આપણા દેશનું જ છે. બજારમાં ઇલેક્ટ્રિક બાઈકની કિંમત 1 લાખ અથવા તેનાથી વધુ હોય છે.  આ બાઈક ફક્ત 30 થી 35 હજારમાં જ તૈયાર થઈ છે. આ  બાઈકની બજાર કિંમત 40 હજાર જેટલી રાખવામાં આવી છે.



આ ચાર વિદ્યાર્થીઓએ અગાઉ પણ ઘણા કસ્ટમાઇઝ વ્હીકલ બનાવ્યા છે. આવનારા સમયમાં આ ઇલેક્ટ્રિક મલ્ટીપર્પઝ બાઈક પર સોલાર રૂફ ટોપ લાવવામાં આવશે.



એક વખત બાઇકને ચાર્જ કર્યા પછી બીજી વખતે જ્યારે ચાર્જિંગની જરૂર પડે ત્યારે તે સોલાર એનર્જીનો ઉપયોગ કરીને બેટરી ચાર્જ થશે. ઈલેક્ટ્રીકની સાથે ગ્રીન એનર્જીનો પણ ઉપયોગ કરતી આ પ્રથમ મેડ ઇન ઇન્ડિયા બાઇક છે જે વડોદરાના છોકરાઓએ બનાવી છે.
First published:

Tags: Local 18, Vadodara