Home /News /madhya-gujarat /Vadodara: રોજગારવાચ્છું ઉમેદવારો માટે ઔધોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન; આ રહી સંપૂર્ણ માહિતી

Vadodara: રોજગારવાચ્છું ઉમેદવારો માટે ઔધોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન; આ રહી સંપૂર્ણ માહિતી

ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમા રોજગારીની તક

શહેર જિલ્લામાં રોજગારવાચ્છું ઉમેદવારો માટે ઔધોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું ખાસ ત્રિદિવસીય અલગ અલગ સ્થળ પર આયોજન કરવામાં આવ્યું છે. 

    Nidhi dave, Vadodara:શહેર જિલ્લામાં રોજગારવાચ્છું ઉમેદવારો માટે ઔધોગિક રોજગાર (Industrial Employment Recruitment Fair) ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું (Self Employment Guidance Camp) ખાસ ત્રિદિવસીય અલગ અલગ સ્થળ પર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, “મોડલ કરિયર સેન્ટર”, આઈ.ટી.આઈ તરસાલી કેમ્પસ (ITI Tarsali Campus) , તરસાલી દ્વારા 23 ઓગષ્ટ, 2022ના રોજ ફ્લેક્ષથેરોમ એક્ષપ્લોવ્સ પ્રા.લી મુ. બામણગામ તા- કરજણ સવારે 10:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે

    આગામી 25 ઓગષ્ટ, 2022ના રોજ એક્યુંબીઝ બીઝનેસ સર્વિસીસ પ્રા.લી કારેલીબાગ ખાતે અને 30 ઓગષ્ટ, 2022 ના રોજ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઈ.ટી.આઈ તરસાલી કેમ્પસ ખાતે એસ.એસ.સી / એચ.એસ.સી / આઈ.ટી.આઈ/ ડીપ્લોમા (તમામ ટ્રેડ), સ્નાતક/ અનુસ્નાતક યુવાનો માટે ઔધોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન સવારે 10:00 કલાકે કરવામાં આવેલ છે.

    આ પણ વાંચો: Rickshaw Driver ચલાવે છે 'ઇમરજન્સી ફ્રી સેવા', રાતના સમયે 500થી વધુ લોકોના જીવ બચાવ્યા

    આ શિબિર મેળામાં ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન (Registration) અને એન.સી.એસ પોર્ટલ રજીસ્ટ્રેશન માર્ગદર્શન તેમજ સ્વરોજગારલક્ષી એજન્સી દ્વારા સ્વરોજગાર લક્ષી લોન સહાય યોજના અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં એસ.એસ.સી/ એચ.એસ.સી/આઈ.ટી.આઈ/ ડીપ્લોમા (તમામ ટ્રેડ), સ્નાતક/ અનુસ્નાતકની લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષ વય માર્યાદા ધરાવતા અનુભવી, બિન - અનુભવી ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમા (Private Sector) રોજગારીની તક (Job Opportunities) આપવામાં આવશે.

    આ ભરતીમેળામા ખાનગી એકમ દ્વારા વિવિધ સર્વિસ સેક્ટર (Service Sector) અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની (Manufacturing Sector ) ખાલી જગ્યાઓ માટે ઈન્ટરવ્યું કરવામાં આવશે. જેથી શહેર તેમજ જીલ્લાના રસ અને લાયકાત ધરાવતા રોજગારવાચ્છું ઉમેદવારો તેમજ રોજગાર કચેરીની વિવિધ કારકિર્દી લક્ષી સેવાઓનો લાભ લેવા માટે અનુબંધમ પોર્ટલ - https://anubandham.gujarat.gov.in વેબસાઈટ ઉપર જોબસીકર તરીકે નોધણી કરાવવા તેમજ ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા માટે જણાવવામાં આવ્યું છે.
    First published:

    Tags: Career and Jobs, Jobs alert

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन