Home /News /madhya-gujarat /Make in Indiaને સાકાર કરતું ભારતનું એક માત્ર Omicron સામે લડત આપતું ઓઝોન જનરેટર "CORO3"

Make in Indiaને સાકાર કરતું ભારતનું એક માત્ર Omicron સામે લડત આપતું ઓઝોન જનરેટર "CORO3"

X
રોજિંદા

રોજિંદા જીવતમાં સેનિટાઈઝરની જગ્યાએ ઓઝોનેટેડ પાણીનો ઉપયોગ કરી શકાશે...

ઓમીક્રોન વેરિયન્ટનો (omicron variant) ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે તેની સામે લડવા અગમચેતીના ભાગરુપે શહેરના યુવા ઉદ્યોગ સાહસિકોએ (Entrepreneurs) અનોખું ઈનોવેશન કર્યું છે.

  Vadodara news: હાલ ફરી એક વાર વિશ્વ પર કોરોના વાયરસના (coronavirus) નવાં સ્વરુપ ઓમીક્રોન વેરિયન્ટનો (omicron variant) ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે તેની સામે લડવા અગમચેતીના ભાગરુપે શહેરના યુવા ઉદ્યોગ સાહસિકોએ (Entrepreneurs) અનોખું ઈનોવેશન કર્યું છે. તેમણે ‘ CORO3 ' પોર્ટેબલ ઓઝોન જનરેટર બનાવ્યું છે. જેમાંથી બનતાં ઓઝોન જનરેટેડ પાણીનો ઉપયોગ સેનિટાઈઝરની જગ્યાએ સાફ સફાઈ, શાકભાજી ધોવા, હાથ ધોવા તેમજ અન્ય રોજિંદા કામોમાં કરી શકાશે.

  જે વિશે ટીમ ફાઉન્ડર મયંક આરગડેએ કહ્યું હતું કે અમારી ટીમમાં મિકેનિકલ ઈજનેર કશ્યપ ભટ્ટ , એમબીબીએસ રિદ્ધિ પ્રજાપતિ અને ટેકનિકલ મેનેજર સાગર મિસ્ત્રી જોડાયેલાં છે. અમે આ વિષય પર છેલ્લાં આઠ મહિનાથી રીસર્ચ કરી રહ્યાં છે. જ્યારે આ મશીન બનાવવામાં અમને 3 મહિનાનો સમય લાગ્યો છે. આ એક જનરેટર છે. જેમાંથી જલિય ઓઝોન બનાવાય છે. જેમાં ઓક્સિજનમાંથી ઓઝોન બનાવવામાં આવે છે. જેને પાણીમાં ઓગાળવામાં આવે છે. એક્વિઅસ ઓઝોન દરેક પ્રકારના બેકટેરિયા, વાઈરસ, ફંગસના સ્પાઈક પ્રોટીન પર સ્ટ્રાઈક કરે છે. જેનાથી સંક્રમણ વધતું અટકી જાય છે. હાલ જ્યારે ઓમીક્રોન વેરિયન્ટનો ખતરો સમગ્ર વિશ્વ પર મંડરાઈ રહ્યો છે, ત્યારે ઓઝોન જનરેટેડ પાણી તેની સામે લડવા એક મજબૂત હથિયાર સાબિત થશે. કારણ કે, તે સામાન્ય લોકોને પરવડે તેવું અને પોર્ટેબલ તેમજ નાનું છે.

  ઓઝોન જનરેટેડ પાણી સૂકાયા બાદ ઓક્સિજત સ્વરૂપે હવામાં બાષ્પીભવન થાય છે....

  સેનિટાઈઝરથી ભૂતકાળમાં લોકોને ઘણી તકલીફો થઈ છે. ઉપરાંત દરેક જગ્યાએ સાબુ કે જંતુનાશક લિક્વિડનો વધુ પડતો ઉપયોગ પણ હિતાવહ નથી. તેનાથી બેકટેરિયા, વાઈરસ અને ફંગસનો તો નાશ થાય છે. પરંતુ અન્ય સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. ત્યારે ઓઝોન જનરેટેડ પાણી દરેક રીતે શુદ્ધ હોવાથી તેનો સીધો ઉપયોગ સેનિટાઈઝરના બદલે કરી શકાશે, જે સુકાયા બાદ ઓક્સિજન સ્વરુપે હવામાં બાષ્પીભવન થશે. તથા શહેરમાં ફેલાઈ રહેલા પાણીજન્ય રોગો સામે પણ આ ડિવાઈસ રક્ષણ આપશે અને તેની સામે લડવા એક મજબૂત હથિયાર સાબિત થશે. રેલવે સ્ટેશન, એરપોર્ટ, ધાર્મિક સ્થળો તમામ જગ્યાએ સેનેટાઈઝરના બદલે આ ઓઝોનેટેડ પાણી ઉપયોગી નીવડશે.

  રોજિંદા જીવતમાં સેનિટાઈઝરની જગ્યાએ ઓઝોનેટેડ પાણીનો ઉપયોગ કરી શકાશે...

  ઓઝોન જતરેટેડ પાણી પી શકાય નહીં તેના પર રિસર્ચ વર્ક ચાલી રહ્યું છે. ઓઝોન જનરેટેડ પાણી યોગ્ય માત્રામાં પીવાથી શરીરની વિવિધ બિમારીઓ પણ નાશ પામે છે. જો કે, બેંગ્લોરમાં આ વિશે હાલ સંશોધન કરાઈ રહ્યું છે. ત્યાં 200 જેટલાં 65 વર્ષથી વધુ વયના લોકો પર રીસર્ચ કરાયું છે. જેમાં તેમને ઓઝોન જનરેટેડ પાણી પીવડાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના લોહીના નમૂના લેવાયા હતા. જેમાં જાણવા મળ્યું કે, જે લોકો કોરોનાના હાયર સ્ટેજ પર હતાં તેઓ આ પાણી પીને મહદઅંશે સ્વસ્થ થયલાં જોવા મળ્યાં હતા.

  મેક ઈન ઇન્ડિયાને સાકાર કરતો પ્રોજેક્ટ...

  વડાપ્રધાન મોદીના સપનાને સાકાર કરતું "મેક ઇન ઇન્ડિયા" આધારિત આ ડિવાઈસ બનાવવામાં આવેલ છે. તેમાં ખાસ કશ્યપ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, CORO3 ડિવાઇસ ખાસ ભારતમાં બનેલ છે, ભારતની વસ્તુઓથી બનેલ છે અને ભારતના લોકો માટે બનાવવામાં આવ્યું છે. જેથી કરીને ભારતના લોકો સુરક્ષિત રહે અને આ ડીવાઇઝ પણ મેડ ઇન ઇન્ડિયા કહેવાય.
  Published by:ankit patel
  First published:

  Tags: Gujarati News News, Start up, વડોદરા સમાચાર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन