દિલ્હી: આસામ અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ (Heavy Rain in Assam & Maharashtra) આજકાલ મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. ગુજરાત (Rain in Gujarat)માં પણ આવી જ સ્થિતિ છે. ભારે વરસાદને કારણે ઘણી ટ્રેનો પણ રદ (Trains Cancel) કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી વખત ટ્રેન મોડી પડવી, ગંદકી, ખોરાકની નબળી ગુણવત્તા અને અવ્યવસ્થાની લોકોમાં ચર્ચા થતી રહે છે. પરંતુ, આ વખતે ગુજરાતમાં રેલવેએ એવું કામ કર્યું છે કે, દરેક જગ્યાએ રેલવેના વખાણ થઇ રહ્યા છે.
રેલવેએ ટ્રેન કેન્સલ થતા બુક કરાવી કેબ
આ ઘટના ગુજરાતના એકતા નગર રેલવે સ્ટેશનની છે. જ્યાં, ભારે વરસાદને કારણે એક ટ્રેન રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં રેલવેએ પોતાના એક માત્ર પેસેન્જરને મદદ કરવાની જવાબદારી લીધી હતી અને તેના માટે કારની વ્યવસ્થા કરી (Railways booked a cab for student) એકતા નગરથી વડોદરા લઈ ગઈ હતી. ભારતીય રેલવેના આ પગલાં બાદ હવે લોકો રેલવેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
पश्चिम रेलवे के चाँदोद - एकता नगर रेल खंड के क्षतिग्रस्त होने के कारण रेल यातायात बंद होने से 20920 एकतानगर- एमजीआर चेन्नई सेंट्रल के एकता नगर - वडोदरा के बीच निरस्त होने के कारण इस ट्रेन के एकतानगर से एकमात्र यात्री को कार से वडोदरा पहुँचाया गया @WesternRly@RailMinIndiapic.twitter.com/6kzLaxCYwu
આઈઆઈટી મદ્રાસમાં અભ્યાસ કરતો એરોસ્પેસ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી સત્યમ ટ્રેન રદ થવાને કારણે એકતા નગર રેલવે સ્ટેશન પર ફસાઈ ગયો હતો. તેઓ એકતા નગર રેલવે સ્ટેશનથી વડોદરા જવા માટે ટ્રેન પકડવાનો હતો. જે ભારે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ભારતીય રેલવેના અધિકારીઓએ તેને તાત્કાલિક સુવિધા આપવાનો નિર્ણય કર્યો હતો અને તેના માટે કેબ બુક કરાવી હતી.
એન્જીનિયરીંગના વિદ્યાર્થી સત્યમ ગઢવીએ વીડિયો મેસેજમાં જણાવ્યું કે, આજે હું મારી મુસાફરી સફળ બનાવવા માટે એકતા નગર અને વડોદરાના સમગ્ર રેલવે વિભાગનો આભારી છું. મેં જે ટ્રેન બુક કરી હતી, તે એકતાનગરથી 9.15 કલાકે નીકળવાની હતી. પરંતુ ભારે વરસાદના કારણે ટ્રેક ડૂબી ગયા અને ટ્રેનને અંતિમ ઘડીએ રદ્દ કરી દેવામાં આવી હતી. પરંતુ એકતાનગર રેવલે વિભાગની મદદથી હું મારા ડેસ્ટિનેશન સુધી પહોંચી શક્યો હતો. તેમણે મારા માટે કેબ બુક કરી હતી.
સત્યમે વધુમાં કહ્યું કે, રેલવેનું આ પગલું મુસાફરો રેલવે માટે કેટલા મહત્વના હોવાનું દર્શાવે છે. સત્યમનો આ વીડિયો ડીઆરએમ વડોદરાએ પણ શેર કર્યો છે. તેનો આ વીડિયો હવે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તો બીજી તરફ રેલવેના આ પગલાના સૌ કોઇ વખાણ કરી રહ્યા છે.