Home /News /madhya-gujarat /

વડોદરા : 38 કલા સાધકોએ સર્જ્યો રેકોર્ડ, સતત 6 કલાક બાપૂની પ્રિય રામધૂન ગવાઈ

વડોદરા : 38 કલા સાધકોએ સર્જ્યો રેકોર્ડ, સતત 6 કલાક બાપૂની પ્રિય રામધૂન ગવાઈ

Vadodara

Vadodara News : આર્ટીસ્ટોના સતત 6 કલાકના પર્ફોર્મન્સને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન, આ ઉપરાંત શહેરના અન્ય સમાચારો, જુઓ આ બૂલેટિનમાં

Vadodara News : આર્ટીસ્ટોના સતત 6 કલાકના પર્ફોર્મન્સને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન, આ ઉપરાંત શહેરના અન્ય સમાચારો, જુઓ આ બૂલેટિનમાં

    Vadodara News : વડોદરા શહેર માટે એક ગૌરવની વાત છે કે, શિવ સાધના નૃત્ય સંગીત એકેડમી'ના 38 આર્ટિસ્ટ દ્વારા સૌથી લાંબો સંગીત પ્રદર્શન કરવાનો રેકોર્ડ 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ 2023' ના એડિશનમાં નોંધાયો. શિવ સાધનાના સ્થાપક જિજ્ઞાસુ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તારીખ 2 ઓક્ટોબર, 2021 ના શનિવારના રોજ સવારના 10:00 કલાકથી આ રેકોર્ડ નોંધાવવા માટે આર્ટિસ્ટ સજ્જ હતા. આર્ટીસ્ટોના સતત 6 કલાકના ( 6Hours Ramdhun Singing india Book of Record created in Vadodara ) પર્ફોર્મન્સને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, ઈન્ટરનેશનલ પ્રોટોકોલ ઓફ રેકોર્ડ્સ (આઈપીઆર) ના માપદંડ અનુસાર માપવામાં આવેલ. આ પર્ફોર્મસમાં અનેક પ્રકારના સંગીતના સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    2. શહેરની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ શહેરની અન્ય દીકરીઓને નેઇલ આર્ટ શીખવાડી આત્મનિર્ભર કરવાની પહે

    કોરોનાકાળમાં અનેક દીકરીઓએ પિતાની છત્ર - છાયા ગુમાવી છે. આવા સમયે છત્ર - છાયા ગુમાવનાર દીકરીઓ પોતાના પગ ઉપર ઉભી રહી શકે તે માટે શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી છોકરીએ પ્રયાસ કર્યો છે .

    જે વિશે માહિતી આપતા એન.આઇ. એફ.ડી. માંથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ પૂર્ણ કરનારી ક્વિન નેલ્સની કોમલ જયેશભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે કોરોનાથી મારા પિતાનું મૃત્યુ થયું અને ત્યારે પછી ઘર ચલાવવાની જવાબદારી મારા પર આવી ગઇ. જે જવાબદારી ઉપાડતા મેં ક્વિન નેલ્સની સ્થાપના કરી અને તેમા મને મારી માતા નૈનાબેને ઘણી મદદ કરી છે. મારા પિતાનું મૃત્યુ થયા જેવી રીતે ઘરની જવાબદારી મારા ઉપર આવી ગઇ એવી રીતે શહેરની અનેક યુવતી દીકરીઓએ તેમનું ઘર ચલાવવાની જવાબદારી માથે આવી હશે તેવો મને વિચાર આવ્યો અને મેં દિકરીઓને મદદ કરવાની પ્રતિજ્ઞા લઇ દિવાળી પછી જ્યારે લગ્ન સિઝન ચાલુ થશે, ત્યારે દીકરીઓને નેઇલ આર્ટ કરવાનું કામ મળે તે માટે મેં ફ્રીમાં નેઇલ આર્ટ શિખવાડવાની શરૂઆત કરી છે. તદુપરાંત સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જેથી કરીને ભવિષ્યમાં તેઓ પોતાનું કામ કરી શકે.

    3. વડોદરા શહેરના કોચ હવે ગુજરાતની ટીમને માર્ગદર્શન આપશે...

    વડોદરાના મલ્લખંભ કોચ પાર્થ કંસારા કે જેઓ 2019 મલ્લખંભ વિશ્વ કપમાં ઇન્ડિયા ટીમના કોચ-મેનેજર તરીકેની ભૂમિકા ભજવેલ અને જેઓ ગુજરાત ટીમના કોચ છે. તેઓ ને હવે સાથે સાથે દીવ-દમન અને દાદરા & નગર હવેલી (u/t)  કેન્દ્ર શાસિત પ્રદેશના પણ મલ્લખંભના કોચ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.

    તેઓનું રાષ્ટ્રીય મલ્લખંભ સ્પર્ધા 2021-22 ઉજજેન(મધ્ય પ્રદેશ) માં યોજાયેલ. જેમાં મલ્લખંભ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ- ડો. રમેશ ઇન્ડોલિયાજી અને મંત્રી- ધર્મવીર સિંગ દ્વારા મોમેન્ટ અને સાલથી સન્માનિત કરવામાં આવ્યા.
    Published by:Jay Mishra
    First published:

    Tags: India Book of Record, Mahatma gandhi, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन