Home /News /madhya-gujarat /

Vadodara: જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા રમત ગમત ફીમાં ત્રણ ગણો વધારો કરાયો

Vadodara: જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા રમત ગમત ફીમાં ત્રણ ગણો વધારો કરાયો

ભાવ

ભાવ વધારો સમગ્ર ગુજરાતભરની સ્પોર્ટ્સ સંકુલમાં થયો છે

શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે રમત અંગેની ચાલતી પ્રવૃત્તિઓના ફીમાં વધારો કરવામાં આવતાં રમત પ્રેમીઓએ નારાજગી દર્શાવી હતી.

    વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (Gujarat Government's sports youth and cultural activities) વિભાગના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર (District Sports Training Centre) ખાતે રમત અંગેની ચાલતી પ્રવૃત્તિઓના ફીમાં વધારો કરવામાં આવતાં રમત પ્રેમીઓએ નારાજગી દર્શાવી હતી. રમતપ્રેમીઓ કે જેઓ રોજે વિવિધ રમતો આ સ્પોર્ટ્સ સંકુલમાં રમીને પોતાના શરીરને તંદુરસ્ત રાખે છે એ લોકોએ આજે એકત્રિત થઈને કોર્ટ સંકુલના સીનીયર કોચ અને સરકાર નિયુક્ત વ્યવસ્થાપક જયેશ ભાલાવાલાને ફી વધારા અંગે રજૂઆત કરી હતી. જેમાં નજીવી ફી વધારો આવકારી શકાય પરંતુ 750 રૂપિયાની સીધી 2000 ફી કરી દેવાઈ છે, તે પોસાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી હતી.

    તો સમગ્ર મામલે સીનીયર કોચ જયેશ ભાલાવાળા એ જણાવ્યું હતું કે, આ ભાવ વધારો સમગ્ર ગુજરાતભરની સ્પોર્ટ્સ સંકુલમાં થયો છે અને તેનો નિર્ણય સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે રમતપ્રેમીઓની રજૂઆત ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી આપીશું તેમ જણાવી ઉમેર્યું હતું કે, સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં નેશનલ લેવલે રમત રમેલા રમતવીરોને વિનામૂલ્યે કોચીંગ આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર