Home /News /madhya-gujarat /

Vadodara: વાદળછાયા વાતાવરણ વચ્ચે બેવડી ઋતુનો અનુભવ, શરદી અને ખાંસીના દર્દીઓમાં વધારો

Vadodara: વાદળછાયા વાતાવરણ વચ્ચે બેવડી ઋતુનો અનુભવ, શરદી અને ખાંસીના દર્દીઓમાં વધારો

ઋતુના આ બદલાવના લીધે શરદી, ખાંસીના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.

વડોદરા શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. પવનની ગતિ ઓછી થતા તાપમાનનો પારો ઉપર ગયો છે. રવિવારે દિવસ દરમ

    વડોદરા: વડોદરા શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. પવનની ગતિ ઓછી થતા તાપમાનનો પારો ઉપર ગયો છે. રવિવારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. અસાધારણ ઝડપે ફૂંકાતા બર્ફીલા પવનોની ગતિ પણ ઘટી જતા લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ગયો હતો. વિતેલા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી.


    વડોદરા શહેરનું આજરોજ સોમવારે લઘુતમ તાપમાન 17 તથા મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાની સંભાવના છે. સવારે થોડું ઠંડીનું પ્રમાણ હતું. પરંતુ સમય જતાની સાથે જ શહેરનું તાપમાન સામાન્ય થઈ ગયું છે. જે બપોર થતાની સાથે જ ગરમીનો અનુભવ થશે. ફરી પાછું સાંજના સમયે ઠંડી અનુભવાતી હોય છે. તો આ પ્રકારે શહેરનું તાપમાન બદલાતું રહે છે. જે લોકોના સ્વાસ્થ્યને અસર કરે છે.


    ઋતુના આ બદલાવના લીધે શરદી, ખાંસીના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. આકાશમાં રવિવારે વાદળોની ફોજે કબ્જો જમાવેલો હોવાથી દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ. જેના લીધે હિલ સ્ટેશન જેવો માહોલ પણ સર્જાયો હતો. શહેરમાં બે દિવસ અગાઉ ઠંડીના ફરી વળેલા મોજા બાદ લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે જતા આકરી ઠંડીથી લોકોને રાહત મળી હતી. લઘુત્તમ તાપમાનનો પારો શનિવારની સરખાણીમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર ગયુ હતુ. આથી લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. જયારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ.
    આ પણ વાંચો: કાળ બનીને આવ્યું ટ્રેક્ટર, બે મિત્રોને લીધા અડફેટે, એકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

    હવામાં ભેજનું પ્રમાણ સવારે 86 ટકા અને સાંજે 53 ટકા નોંધાયુ હતુ. હવાનું દબાણ 1014 મીલીબાર્સ નોંધાયુ હતુ. જયારે ઉત્તર પૂર્વ દિશા તરફના પવનની ગતિ કલાકના 6 કિમી નોંધાઈ હતી. પવનની ગતિમાં પણ ઘટાડો થતા ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. ઋતુ બદલાવના લીધે શરદી, ખાંસીના દર્દીઓમાં વધારો થયો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadoadara News, વડોદરા

    આગામી સમાચાર