વડોદરા: વડોદરા શહેર આર્ટ અને કલ્ચરનું હબ છે. તેવામાં આજરોજ ક્રાફ્ટરૂટ્સ એકઝીબિશનનો સૂર્યા પેલેસ, સયાજીગંજ ખાતે શુભારંભ થયો. જે 31 ડિસેમ્બરથી 2જી જાન્યુઆરી સુધી યોજાનાર છે. ક્રાફ્ટરૂટ્સ સંસ્થાની શરૂઆત 2002માં થઈ હતી. 18 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે, જેમાં 22 રાજ્યોમાંથી 25000 જેટલા કારીગરો જોડાયેલા છે. જેમાં વડોદરા ખાતે 9 રાજ્યોમાંથી 59 કલાકારોની હસ્તકલા કૃતિઓને પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં હસ્ત કારીગરીવાળા વસ્ત્રો, ઘરની સજાવટ, ધાતુની વસ્તુઓ, માટીના વાસણો, વગેરે જેવી વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે.