Home /News /madhya-gujarat /VADODARA: મહોરમમાં કરાતી ઉજવણીની તૈયારીને લઈ મુસ્લિમ પક્ષના આગેવાનોએ કયા પોલીસ સ્ટેશનમાં કરવી અરજી જાણો અહી

VADODARA: મહોરમમાં કરાતી ઉજવણીની તૈયારીને લઈ મુસ્લિમ પક્ષના આગેવાનોએ કયા પોલીસ સ્ટેશનમાં કરવી અરજી જાણો અહી

લાઉડસ્પીકરને સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ નિયંત્રીત વગાડવાના રહેશે...

    વડોદરા: ભારત દેશ તહેવારોનો દેશ છે જ્યા વિવિધ પ્રાકરના પર્વની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આગામી સમયમાં મુસ્લિમ સમાજ દ્વારા ઉજવાતો મહોરમ આવી રહ્યો છે.જે અંતર્ગત વડોદરા પોલીસ દ્વારા મુસ્લિમ પક્ષના આગેવાનોને મહોરમની ઉજવણીને ભાગરૂપે થતી તૈયારીને લઈ તેઓના એરિયામાં આવેલ સંબધીત પોલીસ સ્ટેશનોને લેખીતમાં જાણ કરવાની રહેશે.

    મહોરમ માસ (Moharam Month) તારીખ 31/07/2022થી શરૂ થશે.

    શહેરના મુસ્લીમ બિરાદરોનો (Muslim Community) મહોરમ માસ (Moharam Month) તારીખ 31/07/2022થી શરૂ થવા જઈ રહ્યો છે. તારીખ 3-4/08/22 થી મહોલ્લામાં, ઈમામવાડામાં તાજીયા બેસાડવાના શરૂ થશે. તારીખ 08/08/ 22 નારોજ કતલની રાત તેમજ તારીખ 09/08/2022 નારોજ આસુરા (તાજીયા વિસર્જન) થવાની શક્યતા છે. વડોદરા પોલીસ દ્વારા ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે, જણાવેલ તારીખ મુજબ તહેવાર હોવાથી સૂચનોનું પાલન કરવા જણાવ્યું છે.પોલીસની સુચના મુજબ શહેરીજનોએ પોલીસનો સાથ આપવા અનિવાર્ય જણાવ્યું છે.

    તાજીયા ઉત્સવ ઉજવવા માંગતા અરજદારોએવહેલી તકેઅરજી કરવાની રહેશે.

    તાજીયાને લઈ પોલીસ દ્વારામુસ્લિમ પક્ષના આગેવાનોનેજણાવાયું છે કે, તાજીયા ઉત્સવ ઉજવવા માંગતા અરજદારોએ તેમની મુદ્દાવાઈઝ વિગતવારની હકીકત સાથે સબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરનેસમયસરવહેલી તકે રૂબરૂમાં જઈ અરજી કરવાની રહેશે. લાઉડસ્પીકર ફકત સવારના 06:00 થી રાતના કલાક 22:00 (10 વાગ્યા) સુધીના સમયગાળામાં સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ નિયંત્રીત વગાડવાના રહેશે, તેની પણ તમામે ખાસ નોંધ લેવા વિનંતી છે. તથા નીચે જણાવ્યા મુજબ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અરજી કરવાની રહેશે.

    નીચે આપેલ તમામ મુદ્દાઓનો ઉલ્લેખ અરજીમાં વિગતવાર દર્શાવવાની રહેશે.

    અરજીમાં (1) તાજીયા સંચાલક/ મંડળ / સંસ્થાનું નામ અને સરનામુ, મોબાઈલ નંબર. (2) તાજીયા બેસાડવાનું સ્થળ (3) કેટલા દિવસ માટે (તારીખ સાથે), (4) કતલની રાત્રે નીકળવાનો તથા સ્થળ ઉપર પરત આવવાનો સમય, કતલની રાતના ફેરણી (રૂટ), (5) તાજીયા વિસર્જનના રોજ નીકળવાનો સમય, રુટની માહિતી સાથે, (6) તાજીયા વિસર્જન સમયે સાથે રહેનાર દશ સ્વંયસેવકોના નામ તથા સરનામા ફોટા તેમજ સંપર્ક નંબર સાથે અરજી કરવાની રહેશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    विज्ञापन
    विज्ञापन