Home /News /madhya-gujarat /

વસંતોત્સવ 2022માં વડોદરાના કલાકારોએ સ્વાતંત્ર સેનાનીને કલા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી

વસંતોત્સવ 2022માં વડોદરાના કલાકારોએ સ્વાતંત્ર સેનાનીને કલા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી

સાત

સાત જેટલાં સ્વતંત્ર સેનાનીઓને ટ્રિબ્યુટ આપતા પોર્ટ્રેટ રંગોળીઓ તૈયાર કરેલ છે..

Vadodara News : વસંતોત્સવમાં લોકકલાને પ્રોત્સાહન આપતા 10 દિવસ માટે લોક સંગીત, લોક નૃત્યના કાર્યક્રમ તથા લોક કલાનું ઉત્પાદન વેચાણ માટેના સ્ટોલ સાથે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે

    કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ (Aazadi Ka Amrut Mahotsav) અંતર્ગત વસંતોત્સવ -2022ની ઉજવણી અન્વયે વડોદરાના (Vadodara)દિન્ડોરકર્સ આદિત્ય ફાઇન આર્ટ્સ રંગોળી ગ્રુપને સ્વાતંત્ર સેનાનીઓના (Freedom fighters) વ્યક્તિચિત્રો (પોર્ટ્રેટ્સ)‌ ઉપર રંગોળી પ્રદર્શન (Rangoli Exhibition) યોજવા માટે સંસ્કૃતિ કુંજ, ગાંધીનગર ખાતે આમંત્રિત કરેલ હતા. જે અંતર્ગત સાત જેટલાં સ્વતંત્ર સેનાનીઓને ટ્રિબ્યુટ આપતા પોર્ટ્રેટ રંગોળીઓ તૈયાર કરેલ છે.

    જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, લોકમાન્ય ટિળક, ચંદ્રશેખર આઝાદ, શહિદ ભગતસિંહને તેઓ સાથેની પ્રતિકાત્મક ચિત્રોની ગોઠવણી કરી સુંદર રીતે રંગોળી ચિત્રો તૈયાર કરેલા છે. આ પ્રદર્શન તૈયાર કરવા આદિત્ય ફાઇન આર્ટ્સના સ્થાપક અને મેન્ટોર રાજેન્દ્ર પી. દિન્ડોરકરના માર્ગદર્શન હેઠળ ગ્રુપના કલાકારોમાં રજનીકાંત અગ્રાવત, વિરેન્દ્રસિંહ રાઠોડ, સૃજન દિન્ડોરકર, રાજેશ રાઠવા વત્સલ પટેલ, હર્ષ રાણા અને અને પોતે રાજેન્દ્ર પી. દિન્ડોરકરે રંગોળી માધ્યમ દ્વારા પોર્ટ્રેટ ચિત્રો તૈયાર કરી તેમાં લાક્ષણિકતા, હાવભાવ, ધ્યાનપાત્ર સાથે આબેહૂબતા બતાવતા ખૂબ જ બારીકાઈથી તૈયાર કરેલા છે.

    સંસ્કૃતિ કુંજમાં યોજાતો વસંતોત્સવમાં લોકકલાને પ્રોત્સાહન આપતા 10 દિવસ માટે લોક સંગીત, લોક નૃત્યના કાર્યક્રમ તથા લોક કલાનું ઉત્પાદન વેચાણ માટેના સ્ટોલ સાથે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. જે તારીખ 23 માર્ચ સુધી સાંજના 7 થી 10 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
    First published:

    Tags: Aazadi ka amrut mahotsav, Rangoli Exhibition, વડોદરા શહેર

    આગામી સમાચાર