Home /News /madhya-gujarat /

Vadodara Central Jailમાં કેદીઓને લાડુ ખવડાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું, જાણો કેમ?

Vadodara Central Jailમાં કેદીઓને લાડુ ખવડાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું, જાણો કેમ?

વડોદરા

વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કેદીઓ માટે 5000 લાડુ બનાવી વિતરણ કરવાનો કાર્યકર્મ યોજયો

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સુશાસન દિન નિમિત્તે એસ.એસ.જી હોસ્પિટલ (s s g hospital) ખાતે બાળકોના વોર્ડમાં ફ્રૂટ વિતરણ તેમજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદીઓને સ્ટાફ માટે 5000 લાડુ બનાવી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

વધુ જુઓ ...
  vadodara news:  દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપાઈના (Atal Bihari Vajpayee birthday) જન્મદિનને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ સહિત અનેક નેતાઓએ વિવિધ કાર્યક્રમો યોજી સુશાસન દિનની ઉજવણી કરી હતી.

  ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાસન દિન નિમિત્તે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે બાળકોના વોર્ડમાં ફ્રૂટ વિતરણ તેમજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદીઓને સ્ટાફ માટે 5000 લાડુ બનાવી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકી, નારાયણ રાજપૂત ઉર્ફે સદ્દામ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહી કાચા કામના કેદીઓને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  વડોદરા શહેરની મધ્યસ્થ જેલ ખાતે 5000 લાડુનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં 400નો સ્ટાફ તથા 1600 જેટલા કેદીઓ છે. દરેકને 2-2 લાડુ આપવામાં આવ્યા.
  First published:

  Tags: Gujarati News News, Vadodara news

  આગામી સમાચાર