Home /News /madhya-gujarat /Vadodara Crime: વડોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાની સાસુની હત્યા કરી નાંખી
Vadodara Crime: વડોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાની સાસુની હત્યા કરી નાંખી
સોનુ ઉર્ફે શાહરુખ ખાન હત્યા કરવા આવ્યો ત્યારે તેનો મિત્ર અઝીઝ ઉર્ફે ડોસો પઠાણ પણ સાથે હતો.
Vadodara Murder Case: વડોદરા શહેરના વડસર બ્રિજ નજીક નજીક સ્કૂલની પાછળના વિસ્તારમાં આવેલ જય અંબે ફ્લેટ મકાન નંબર 401 માં ઠાકોરભાઈ પરમાર તેમના પત્ની દક્ષાબેન રહેતા હતા.
અંકિત ઘોનસીકર, વડોદરા: શનિવારે વડોદરા શહેરના વડસર બ્રિજ નજીક સ્કૂલની પાછળ આવેલ જય અંબે ફ્લેટમાં રહેતી પરિણીતાના એક તરફી પ્રેમમાં ઘરમાં પરિણીતાની હત્યા કરવાના ઇરાદે આવેલ યુવકે આડે આવેલી પરિણીતાની સાસુની ધોળા દહોળા ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી. જેની જાણ પોલીસને થતા પોલીસે હત્યાના દોઢ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હ.તો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીએ પ્રેમિકાના લગ્ન થતા પ્રેમિકાની હત્યા કરવા આવ્યો હતો પરંતુ યુવકે સાસુની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
વડોદરા શહેરના વડસર બ્રિજ નજીક નજીક સ્કૂલની પાછળના વિસ્તારમાં આવેલ જય અંબે ફ્લેટ મકાન નંબર 401 માં ઠાકોરભાઈ પરમાર તેમના પત્ની દક્ષાબેન રહેતા હતા. ઠાકોર ભાઈના પુત્ર અશ્વિનના બે મહિના પૂર્વે નવાયાર્ડ આશાપુરી મહોલ્લામાં રહેતી ભાવના નામની યુવતી સાથે લગ્ન થયા હતા. અશ્વિન અને ભાવનાનાં આ બીજા લગ્ન છે. શનિવારે બપોરના સમયે ભાવના અને તેની સાસુ દક્ષાબેન ઘરે હતા અને પતિ અશ્વિન તેમજ સસરા ઠાકોરભાઈ નોકરીએ હતા ત્યારે બપોરના સમયે એકાએક ઘરે ધસી આવેલ અને ભાવનાનાં એક તરફી પ્રેમમાં રહેલ સોનુ ઉર્ફે શાહરુખ ખાન પઠાણે દરવાજો ખોલનાર ભાવનાબેનની સાસુ દક્ષાબેન પર તીક્ષણ હથિયારના ઘા ઝીંકી લોહી લુહાણ કર્યા હતા. જેમાં દક્ષાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
સોનુ ઉર્ફે શાહરુખ ખાન હત્યા કરવા આવ્યો ત્યારે તેનો મિત્ર અઝીઝ ઉર્ફે ડોસો પઠાણ પણ સાથે હતો અને હત્યા બાદ બન્ને નાસી છૂટ્યા હતા. તો બીજી તરફ સોનુ ઉર્ફે શાહરુખ અને તેનો મિત્ર અઝીઝ ઉર્ફે ડોસો પઠાણ બંને નાસી છૂટ્યા હતા. જેની જાણ માંજલપુર પોલીસને કરાતા ઘટના સ્થળે પહોંચેલ પોલીસે તપાસના ચક્રોગતિમાન ગતિમાન કર્યા હતા.
પોલીસે હત્યા કરી નાસી છૂટેલા સોનુ ઉર્ફે શાહરુખને માત્ર દોઢ કલાકના સમયમાં ઝડપી પાડ્યો હતો. ભાવના સાથે અગાઉ પ્રેમ સંબંધમાં રહેતા તે પ્રેમસંબંધમાં પૂર્ણવિરામ આવતા શાહરુખ ભાવનાની હત્યા કરવા આવ્યો હોવાનું જણાય આવ્યું હતું પરંતુ ત્યારબાદ આરોપી ઝડપાતા એક તરફી પ્રેમમાં હત્યા હત્યા થયાનું સ્પષ્ટ થયું હતું અને આરોપીએ એક તરફી પ્રેમમાં યુવતીને ફોન પર હેરાન પણ કરતો હતો અને જે અંગેની માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
હાલ પોલીસે આરોપીને સાથે રાખી હત્યામાં વપરાયેલ ચાકુ કબ્જે કરવા સહિતની તપાસ હાથધરી છે. દરમિયાનમાં સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે શાહરૂખના મિત્ર અઝીઝ ઉર્ફે ડોસો પઠાણને ઝડપી પાડ્યો હતો.