Home /News /madhya-gujarat /હવસખોરના પ્રેમજાળમાં ફસાઈ વિદ્યાર્થિની, ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો

હવસખોરના પ્રેમજાળમાં ફસાઈ વિદ્યાર્થિની, ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો

કરજણમાં હોસ્પિટલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે બે વખત બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

જો કે આ હવસખોર આટલેથી અટક્યો નહોતો. તે સતત પીડિતાને ધમકી આપતો હતો. સતત શારિરીક સંબંધ બાધવા ફોન પર કહેતો હતો. વધુ એક વખત પીડિતાને આરોપી ઈઝહારે ફોન કરી રેલવે સ્ટેશન પાછળના ભાગે બોલાવી હતી.

    અંકિત ઘોનસિંકર, વડોદરા: વડોદરાના કરજણામાં ફરી એકવખત વિદ્યાર્થીની હવસનો શિકાર બની છે. આરોપી પહેલા તેની સાથે મિત્રતા કેળવી અને બાદમાં પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે બે વાર બળાત્કાર ગુજાર્યો હતો.

    કરજણમાં હોસ્પિટલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે બે વખત બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પીડિતા જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે તેની સાથે આરોપીએ પહેલા મિત્રતા કેળવી હતી અને બાદમાં બ્લેકમેલ કરી તેની સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. ભરુચના પાલેજનો ઈઝહાર દિવાન નામનો શખ્સ વિદ્યાર્થિની સાથે જ અભ્યાસ કરતો હતો. બંને વચ્ચે પહેલા મિત્રતા થઈ હતી અને બાદમાં બંને પ્રેમ સંબંધે બંધાયા હતા.



    ધીરે ધીરે બંને વચ્ચે મોબાઈલ પર વીડિયો કોલિંગમાં વાતચીત વધતી ગઈ. આખરે આરોપીએ પીડિતાને પોતાના પ્રાઈવેટ પાર્ટ વીડિયો કોલિંગમાં બતાવવા દબાણ કર્યું હતું. પીડિતાએ દબાણવશ થતાં જ આરોપીએ પ્રાઈવેટ પાર્ટ્સના સ્ક્રિન શોર્ટ લઈ લીધા હતા. અને ત્યારે પછી આરોપીએ બ્લેકમઈલ શરુ કર્યું હતું.

    આ પણ વાંચો- મન્ચુરિયન ઢોળાઈ જવાની બાબતમાં હત્યા, આધેડને જન્મ દિવસે જ મળ્યું મોત

    આરોપી ધમકી આપતો કે,"તું મને શારીરિક સંબંધ બાંધવા દે, નહીં તો ફોટો-વીડિયો વાઇરલ કરી દઈશ,' બે મહિના પહેલા જ્યારે પીડિતા નોકરીથી ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન આરોપી ઈઝહાર ગાડી લઈને ત્યાં પહોંચ્યો હતો. પીડિતાને ગાડીમાં બેસાજી કરજણ બ્રિજ નજીક એકાંત જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં પીડિતાના ફોટાના સ્ક્રિન શોટ બતાવી પીડિતાને શારિરીક સંબંધ બાંધવા મજબૂર કરી હતી.

    આ પણ વાંચો- અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ, પહેલા પત્ની અને બાદમાં પતિએ કરી આત્મહત્યા

    જો કે આ હવસખોર આટલેથી અટક્યો નહોતો. તે સતત પીડિતાને ધમકી આપતો હતો. સતત શારિરીક સંબંધ બાધવા ફોન પર કહેતો હતો. વધુ એક વખત પીડિતાને આરોપી ઈઝહારે ફોન કરી રેલવે સ્ટેશન પાછળના ભાગે બોલાવી હતી. જ્યાં તે પીડિતાને એ-વન નામના ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. જ્યાં ફરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. વારંવાર ઈઝહારની ધમકીઓ અને બ્લેકમેઈલથી પીડિતા આખરે કંટાળી ગઈ હતી. ત્રસ્ત થયેલી પીડિતા પોતાની આપવીતી માતા-પિતાને જણાવતાં તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પરિવારે તાત્કાલિક પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીડિતાના પરિવારની ફરિયાદ આધારે આરોપી સામે ગુનો દાખલ કરી તેની ઝડપી લેવાયા કવાયત શરુ કરી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Vadodara, Vadodara rape case, વડોદરા પોલીસ, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन