Home /News /madhya-gujarat /

VADODARA: તરસાલી I.T.I માં ધો. 8,10,12 પાસ મહિલાઓ માટે તકનીકી કોર્સની અમૂલ્ય તક, કેવી રીતે મેળવશો એડમિશન જાણો અહી

VADODARA: તરસાલી I.T.I માં ધો. 8,10,12 પાસ મહિલાઓ માટે તકનીકી કોર્સની અમૂલ્ય તક, કેવી રીતે મેળવશો એડમિશન જાણો અહી

કોર્સ પૂર્ણ કર્યા પછી નોકરીની તકો પૂરી પાડવામાં આવશે. 

મહિલાઓ કૌશલ્યલક્ષી તાલીમ મેળવે તેમજ તેના દ્વારા રોજગાર પ્રાપ્ત કરે તે હેતુથી ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસ મંત્રાલય તથા રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થામાં ITIના કોર્સ કરવાની સુવર્ણ તક,ધો.8,10,2 પાસ મહિલાઓ માટે ઓછી ફી થી પ્રવેશ મેળવી શકે છે.

વધુ જુઓ ...
    તરસાલી આઈ. ટી. આઈ માં ધો. 8,10,12 પાસ મહિલાઓ માટે તકનીકી કોર્સની અમૂલ્ય તક...

    નિધિ દવે / વડોદરા: મહિલાઓ કૌશલ્યલક્ષી તાલીમ મેળવે તેમજ તેના દ્વારા રોજગાર પ્રાપ્ત કરે તે હેતુથી ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસ મંત્રાલય તથા રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થા (મહિલા) (The Ministry of Skill development and Entrepreneurship of the government of India) તરસાલીમાં ચાલતી આઇ. ટી. આઇ. (ITI) માં મહિલાઓને લગતા વિવિધ એક વર્ષીય કોર્સ કાર્યરત છે. હવે મહિલાઓ પણ ભણીગણીને આગળ વધે તે હેતુથી આ પ્રકારે કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.

    આ કોર્સમાં મુખ્યત્વે ધો. 8, 10, 12 પાસ મહિલાઓ માટે ઓછામાં ઓછી ફી થીપ્રવેશ મેળવી શકે છે.

    એન. સી. વી. ટી સર્ટિફાઇડ કોર્સ જેવા કે કમ્પ્યુટર ઓપરેટર/ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ,સેક્રેટરીઅલ પ્રેક્ટિસ,બેઝિક કોસ્મેટોલોજી,ડ્રેસ મેકિંગ,ફેશન ડિઝાઇન અને ટેકનોલોજી,કોમ્પ્યુટર એઇડેડ એમ્બ્રોડરી અને ડિઝાઇનિંગ,ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર,આઈ. ઓ. ટી. ટેકનીશ્યન તથા સોલાર તટેકનિકીશીયન જેવા વિવિધ કોર્સ ચાલે છે. આ કોર્સમાં મુખ્યત્વે ધો. 8, 10, 12 પાસ મહિલાઓ માટે ઓછામાં ઓછી ફી થીપ્રવેશ મેળવી શકે છે. તદઉપરાંત આ કોર્સમાં ઉંમરનો કોઈ બાધ ન હોવાથી કોઈ પણ વયજૂથની મહિલાઓ તેનો લાભ લઈ શકે છે.

    સ્ટાઈપેન્ડ,શિષ્યવૃત્તિ,રહેવા જમવાની સુવિધાઓ સાથે કોર્સ પૂર્ણ કર્યા પછી નોકરીની તકો પૂરી પાડવામાં આવશે.

    તરસાલી આઈ. ટી. આઈ. માં એ. સી. કમ્પ્યુટર લેબ સહિત,સ્ટાઈપેન્ડ,શિષ્યવૃત્તિ,રહેવા જમવાની સુવિધાઓ સાથે કોર્સ પૂર્ણ કર્યા પછી નોકરીની તકો પૂરી પાડવામાં આવશે. મહિલાઓ માટે આ એક ખૂબ જ ઉત્તમ તક છે તથા આ પ્રકારે કોર્ષ કરીને પોતાના પગભેર ઉભી રહી શકે છે.



    ખાલી રહેલી બેઠકો માટે પુરુષ ઉમેદવારને એડમિશન આપવામાં આવશે.

    કોર્સ કરવાવધુ માં વધુ મહિલાઓ વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ મેળવીને લાભાન્વિત થાય તેવું સૂચિત કરાયું છે. તેમજ ખાલી રહેલી બેઠકો માટે પુરુષ ઉમેદવારને એડમિશન આપવામાં આવશે. પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થા (મહિલા), શાંતિનગર,તરસાલી આઈ. ટી. આઈ. વડોદરાનો અથવા ઈ-મેઈલnstiwvadodara@dgt.gov.inઅને ફોન નં. 0265 - 2642678નો સંપર્ક કરે.

    વધુ માહિતી માટે www.nstiwvadodara.dgt.gov.in વેબસાઈટની મુલાકાત લેવા માટે જણાવાયું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Career and Jobs, ગુજરાત, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन