Home /News /madhya-gujarat /Vadodara: બાળકોની અનેરી કલા, પેન્સિલ વિના પતંગ પર બનાવ્યાં ચિત્રો

Vadodara: બાળકોની અનેરી કલા, પેન્સિલ વિના પતંગ પર બનાવ્યાં ચિત્રો

X
ફ્લોરા

ફ્લોરા એન્ડ ફાઉના ઓફ ભારત થીમ પર બાળકો એ પતંગ ઉપર ચિત્રકારી પ્રદર્શિત કરી...

વડોદરામાં વિનસ એકેડમી દ્વારા અનોખુ પતંગ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં બાળકોએ પતંગ ઉપર ચિત્રો બનાવ્યાં છે. ચિત્રો બનાવવા માટે પેન્સિલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સીધા કલરથી ચિત્રો દોરવામાં આવ્યાં છે.

Nidhi Dave, Vadodara: ઉતરાયણના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર સ્થિત વિનસ એકેડમી દ્વારા ખાસ પતંગોનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. ફ્લોરા એન્ડ ફાઉના ઓફ ભારત થીમ પર બાળકોએ પતંગ ઉપર ચિત્રો બનાવ્યાં છે.

પેન્સિલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી

વિનસ એકેડેમીના સંચાલક હરિઓમ ગુર્જરે જણાવ્યું હતું કે, વિનસ એકેડેમીનું આ 10મું પતંગ પર ચિત્રકારીનું પ્રદર્શન છે. આ પ્રદર્શનમાં 77 જેટલી પતંગોને પ્રદર્શિત કરવામાં આવી છે અને 75 જેટલા બાળકોએ પોતાની ચિત્રકારી પતંગ ઉપર દર્શાવી છે. પતંગ ઉપર ચિત્રકારી કરવી ખૂબ જ કઠિન હોય છે. આમાં ખાસ જાપાનના ઓઇલ પેસ્ટર કલર વાપરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારે પેન્સિલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, સીધા જ કલર વડે ચિત્રો દોરવામાં આવ્યા છે.

પ્રકારનું અનોખું પ્રદર્શન તમે બીજે ક્યાંય જોવા નહીં મળે

આ પતંગ ઉપર ચિત્ર કરતા દરેક બાળકોને બે થી ત્રણ કલાક જેટલો સમયગાળો લાગ્યો હતો. ખાસ કરીને ચાર વર્ષથી લઈને 20 વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો છે. બાળકો દ્વારા પતંગો ઉપર કુદરતી દ્રશ્યો, પશુ પક્ષીઓ જેવી પર્યાવરણ લગતી વસ્તુઓને દર્શાવવામાં આવી છે. તદ્દઉપરાંત બાળકોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે.
First published:

Tags: Kites, Local 18, Uttrayan, Vadodara

विज्ञापन