Home /News /madhya-gujarat /Vadodara: આઝાદી કા અમૃત મહોત્સવ: GPS સ્કૂલના 400 વિદ્યાર્થીઓ દ્વારા 75 વર્ષની માનવ પ્રતિકૃતિ બનાવી ઉજવણી કરાઈ

Vadodara: આઝાદી કા અમૃત મહોત્સવ: GPS સ્કૂલના 400 વિદ્યાર્થીઓ દ્વારા 75 વર્ષની માનવ પ્રતિકૃતિ બનાવી ઉજવણી કરાઈ

X
ગુજરાત

ગુજરાત પબ્લિક સ્કૂલના 400 વિદ્યાર્થીઓ દ્વારા 75 વર્ષની માનવ પ્રતિકૃતિની રચના કરી

સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. GPS સ્કૂલાના 400 વિદ્યાર્થીઓ દ્વારા 75 વર્ષની માનવ પ્રતિકૃતિની રચના કરવામાં આવી.

    Nidhi dave, Vadodara : સમગ્રદેશમાં આઝાદીના 75 વર્ષ (75 years of Independence) અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ (Aazadi ka Amarut Mahotsav) અંતર્ગત બી.આર.જી ગ્રુપ (BRG Group) સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ (Gujarat Public School) છાણીના 400 વિદ્યાર્થીઓ દ્વારા 75 વર્ષની માનવ પ્રતિકૃતિની (Human Replica) રચના કરવામાં આવી. દરેક બાળકોના હાથમાં તિરંગા અને દેશની આઝાદીના 75 ગૌરવશાળી વર્ષોના ઈતિહાસની ચમક એમના મુખ ઉપર જોવા મળતી હતી.

    દેશભક્તિ અને ભાઈચારાની લાગણીને જનજન સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ

    આ વર્ષે જયારે ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ભારતીય આઝાદીના શહીદો સાથે ભારતીય સંસ્કૃતિ અને સિદ્ધિઓનો ગૌરવશાળી ઇતિહાસને પણ યાદ કરવો એટલો જ જરૂરી છે. ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને ભાઈચારાની લાગણીને જનજન સુધી પહોંચાડવા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો સાથે ડિરેક્ટર અપેક્ષા પટેલ તેમજ આચાર્ય ભૂમિકા વર્મા દ્વારા યોગદાન અને આગેવાની કરવામાં આવી હતી.

    આ પણ વાંચો : શહેરના પ્રખ્યાત પાપડીના લોટવાળા માસીની આ વાત તમે નહીં જાણતા હોય! 

    આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશમાં ઠેર ઠેર અનેક કાર્યક્રમ

    બી.આર.જી ગ્રુપના સંચાલક સરગમ ગુપ્તાએ જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશમાં ઠેર ઠેર અનેક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. આ ઉજવણીમાં ગુજરાત પબ્લિક સ્કૂલ દ્વારા પોતાનું યોગદાન આપવામાં આવ્યું છે. આનાથી બાળકોમાં સારા સંસ્કાર આવશે તદુપરાંત દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ, જેમણે દેશ માટે કુરબાની આપી છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તદુપરાંત 15મી ઓગસ્ટ સુધી દરરોજ શાળામાં અલગ અલગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
    First published:

    Tags: 75 years of independence, Celebrations, School students, Vadodara