Home /News /madhya-gujarat /વડોદરામાં માતા અને પુત્રીને બ્લેકમેલ કરી બે વિધર્મી ભાઇઓએ બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઇ

વડોદરામાં માતા અને પુત્રીને બ્લેકમેલ કરી બે વિધર્મી ભાઇઓએ બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઇ

ગોત્રીમાં માતા અને પુત્રીને બ્લેકમેલ કરી બળાત્કાર ગુજારવાના આ ચકચારી કિસ્સામાં લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઇ છે.

Vadodara Crime: બંને નરાધમો વારંવાર મારી નાંખવાની ધમકી આપતા હોવાથી મહિલાએ પરિવારની મદદથી હિંમત કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી ગોત્રી પોલીસે ઇકબાલ ઉર્ફે મોનુ નસરૃલ્લા અન્સારી અને મહોરમ નસરૃલ્લા અન્સારી સામે ગુનો નોંધ્યો હતો.

    અંકિત ઘોનસીકર, વડોદરા: વડોદરાના ગોત્રી વિસ્તારમાં બે પરપ્રાંતીય વિધર્મી ભાઇઓએ મહિલાનો સ્નાન કરતો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલા અને તેની 19 વર્ષીય પુત્રી પર બળાત્કાર ગુજારતાં ગોત્રી પોલીસે ગુનો નોંધી બંને નરાધમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી એક મહિલા અને તેની 19 વર્ષીય પુત્રીને અજાણ્યા વિધર્મીઓએ પારિવારિક સબંધો કેળવી પીંખી નાખતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે વાત કરવામાં આવે તો ગોત્રીમાં રહેતી ત્રણ સંતાનની માતા તેની નજીકમાં રહેતી એક પરપ્રાંતીય મુસ્લિમ મહિલાના સંપર્કમાં આવી હતી. આ મહિલાને ત્યાં તેનો ભાઇ મોનુ પણ આવતો હતો. જેથી મહિલા તેના પરિચયમાં આવી હતી. થોડા સમય બાદ ઇકબાલ ઉર્ફે મોનુએ મહિલાને ત્યાં અવરજવર શરૃ કરી હતી. ઇકબાલ ફર્નિચરનું કામ કરતો હોવાથી મહિલાએ મંદિર બનાવવા માટે પૂછ્યું હતું. પરંતુ તેનો ખર્ચ વધુ આવતાં ઇકબાલે આ મંદિર હું બનાવી આપીશ તેમ કહી સંબંધ વધાર્યા હતા. ત્યારબાદ તેણે ઘેર આવીને તમે મને ખૂબ ગમો છો કહી લગ્નની વાત કરી હતી. મહિલાએ ઇનકાર કરતાં બીજે દિવસે તેણે ઘેર આવી જબરદસ્તી સબંધ બાંધ્યો હતો.

    આ પણ વાંચો- પીએમ મોદી પ્રારંભ કરાવે તે પહેલા સીએમ પટેલે અમદાવાદ મેટ્રો રેલના અંતિમ તબક્કાની તૈયારીઓનું કર્યુ નિરીક્ષણ

    પરિવારને પટાવી ફોસલાવી પારિવારિક સંબંધો કેળવનાર ઇકબાલે મહિલા સ્નાન કરતી હતી ત્યારે અચાનક ઘરમાં આવી તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાયરલ કરવાના નામે તે ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારતો હતો. તેણે મહિલાની પુત્રીને પણ વીડિયો બતાવી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી તે સગર્ભા બનતાં દવા આપી ગર્ભપાત કરાવ્યો હતો. પુત્રીની તબિયત લથડતાં પરિવારને ઘટનાની જાણ થઈ હતી. જેથી આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પીડિતાની માતાએ ઇકબાલના ભાઇ મોહરમને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પરંતુ ઇકબાલે તેના ભાઇને પણ મહિલાના ફોટા આપ્યા હોવાથી તેણે આ ફોટા તેની પુત્રીને બતાવી બળાત્કાર ગુજાર્યો હતો અને લગ્ન માટે દબાણ કર્યું હતું.

    આ પણ વાંચો- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૯મીએ સુરત ખાતે ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્દઘાટન કરશે

    બંને નરાધમો વારંવાર મારી નાંખવાની ધમકી આપતા હોવાથી મહિલાએ પરિવારની મદદથી હિંમત કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી ગોત્રી પોલીસે ઇકબાલ ઉર્ફે મોનુ નસરૃલ્લા અન્સારી અને મહોરમ નસરૃલ્લા અન્સારી સામે ગુનો નોંધ્યો હતો. મહત્વનું છે કે બળાત્કારીઓ સામે ફરિયાદ કરવા માટે પીડિતાએ હિંમત કરતાં તેને ધમકી આપી દબાવી રાખનાર બંને પરપ્રાંતીય ભાઇઓ વડોદરા છોડી ફરાર થઇ ગયા હતા. પરંતુ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ તાબડતોબ પગલાં લઇ ગોત્રી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો યુપી ખાતે રવાના કરતાં બંને બળાત્કારીઓ યુપીથી ઝડપાઇ ગયા હતા. જેથી પોલીસે આ બંને બળાત્કારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે ગોત્રીમાં માતા અને પુત્રીને બ્લેકમેલ કરી બળાત્કાર ગુજારવાના આ ચકચારી કિસ્સામાં લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગયો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Vadodara, Vadodara Top News, વડોદરા પોલીસ, વડોદરા સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन