Home /News /madhya-gujarat /

દિવાળીમાં ઘરની શોભા-સુંદરતા વધારશે માટીના દીવડાઓ, 100 કરોડ વેકસીનના ડોઝની રંગોળી બનાવી

દિવાળીમાં ઘરની શોભા-સુંદરતા વધારશે માટીના દીવડાઓ, 100 કરોડ વેકસીનના ડોઝની રંગોળી બનાવી

માટીકામ

માટીકામ ઉધોગના કલાકારો એ પણ વિવિધ પ્રકારના ફેન્સી કોડીયા બનાવ્યા...

દિવાળી એટલે ઉજાસનો તહેવાર અને એટલે જ દિવાળીના ત્યોહારમાં ઘર-ઘરના આંગણે દિપ પ્રગટાવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. લોકો ઘરની બહાર મા

    1. દિવાળીમાં ઘરની શોભા અને સુંદરતા વધારશે માટીના દીવડાઓ...

    દિવાળી (Diwali-2021)એટલે ઉજાસનો તહેવાર અને એટલે જ દિવાળીના ત્યોહારમાં (Diwali festival)ઘર-ઘરના આંગણે દિપ પ્રગટાવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. લોકો ઘરની બહાર માટીના કોડીયા પ્રજ્વલિત કરતા હોય છે. પહેલા સાદા માટીના કોડીયા આવતા હતા, પણ હવે આજના ફેશનના યુગને જોઈને માટીકામ ઉધોગના કલાકારો પણ વિવિધ પ્રકારના ફેન્સી કોડીયા બનાવે છે. માટીકામ કલાકારના કહેવા અનુસાર 132 પ્રકારના દિવા બનાવવામાં આવેલ છે. જેમા ખાસ કરીને કંદીલ દિવા, મિણવાળા દિવાની માંગ વધી છે અને આત્મનિર્ભર ભારતને લીધે લોકો પણ માટીની વસ્તુઓ ખરીદવા તરફ વળી રહ્યા છે.

    2. 100 કરોડ કોરોના વેકસીનના ડોઝ પૂર્ણ થતાં શહેરીજનો દ્વારા રંગોળી દોરી આભાર વ્યક્ત કરાયો...

    પાછલાં બે વર્ષથી સમગ્ર દુનિયા કોરોના સામે લડી રહી હતી. જેનાથી ભારત પણ બાકાત નહોતુ રહ્યુ. પણ દેશના વૈજ્ઞાનિકો એ કોરોનાની રસી શોધી કાઢી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ વેક્સિન દેશના તમામ નાગરિકો લે એ માટે ફ્રી વેક્સિનેશન અભિયાન સમગ્ર ભારતમાં શરૂ કર્યું. અને થોડાક જ મહિનામાં ભારત સો કરોડ વેક્સિન ડોઝ પૂર્ણ કર્યા. તેથી મોદીને આભાર વ્યક્ત કરવા અને જે લોકોના કોરોનાની વેકસીન ડોઝ બાકી છે, તે લઈને દેશને કોરોના મુકત કરે એવા અભિયાન માટે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતી અંજલિ જાધવ અને તેના ભાઇ નિલ તિઠે એ મળીને પાંચ ફૂટની રંગોળી બનાવી છે. રંગોળી બનાવવા ચારથી પાંચ કલાકનો સમયે લાગ્યો હતો. અને પાંચ કિલો જેટલી રંગોળી વપરાઈ હતી. અને આ રંગોળી સંસ્કાર ભારતી રંગોળી તરીકે ઓળખાય છે.
    First published:

    Tags: Diwali, Diwali 2021, Diwali festival, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन