વડોદરા શહેરમાં 3 જુલાઈ થી 13 જુલાઈ દરમિયાન સર્વે કરવામાં આવેલ. જેમાં રાત્રી રોડ પર રહેનારા અથવા તો ભિક્ષુકો, એવા 5004 લોકો છે. જેમાંથી રેડપીકર્સ 600, બાંધકામની સાઈટ સાથે જોડાયેલ લોકો 3800 છે, બાકી ના બચેલા લોકોની જવાબદારી સરકાર ઉપર આવતી હોય છે, જેમનો ફોટો આધારિત સર્વે ચાલી રહ્યો છે.
જેમ ગયા મહીને ધારાસભ્ય અને મંત્રીઓ દ્વારા જણાવવામાં આવેલ કે, 100 દિવસમાં ભિક્ષુક મુક્ત શહેર કરી દેવામાં આવશે. આ તમામ ભિક્ષુકોને નાઈટ સેલટર ગૃહ અથવા તો ભિક્ષુક ગૃહ ખાતે ખસેડવામાં આવશે અને ત્યાં તેમને તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે. તદુપરાંત જેમની પાસે આધાર કાર્ડ નહીં હોય, અથવા તો કોઈ પણ પ્રકારનું ઓળખપત્ર નહીં જોય તેમને સરકાર તથા કોર્પોરેશન દ્વારા પૂરું પાડવામાં આવશે. આટલા દિવસમાં ફક્ત 250 જેટલા જ ભિક્ષુકોને ખસેડવામાં આવ્યા છે. જે ખૂબ જ ઓછી સંખ્યા કહેવાય.
2. કરોડો રૂપિયા ગયા પાણીમાં ?? આજ સુધી સ્વિમિંગપુલ અને જિમ લોકો વાપરી શક્યા નથી.
શહેરના કારેલીબાગ ખાતે આવેલ સ્વિમિંગપુલ છેલ્લા ઘણા સમયથી બંધ છે. કોરોના આવ્યા બાદથી જે બંધ થયું જે આ સુધી બંધ હાલતમાં જ છે. સ્વિમિંગપુલ તથા જિમ બંધ રાખવું એ સમયે હિતાવહ હતું પરંતુ એ દરમિયાન આ તમામ જગ્યાની તથા જીમના સાધનોની કાળજી પણ રાખવામાં આવેલ છે. તમામ સાધનો બગડી ગયા છે, જેનાથી લાખો રૂપિયાનું નુકશાન થયેલ છે. ઉપરાંત ઈમારતની પણ જર્જરિત હાલત થઈ ગઈ છે.
તો આ બાબતને લઈને પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત કારેલીબાગ સ્વિમિંગપુલની મુલાકાત લીધેલ. આ પુલ અને જીમને રીપેરીંગના નામે બંધ કરવામાં આવેલ, જેનું નિરીક્ષણ કરવા માટે અમીબેન ગયા હતા.
વડોદરાનો એક માત્ર ચાલુ હતો તે સ્વિમિગ પુલ પણ બંધ કર્યો. 2016થી કરોડોના ખર્ચે બનાવેલ જીમના સાધનો પણ ધૂળ ખાય છે. 6 વર્ષ થવા છતા જીમ તો શરૂ કરવામાં નથી જ આવ્યું. તથા જીમના સાધનોના વોરંટી પીરીયડ પણ પૂર્ણ થઈ ગઈ છે. કરોડોના ખર્ચ પાડવામાં ઉતાવળુ કોર્પોરેશન તંત્ર સુવિધાઓ માટે ઉદાસીન હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર