ગુજરાત સરકાર દ્વારા 25% ની ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, વધારોના વિરોધમા NSUIનું પ્રદર્શન
Vadodara News : ગુજરાત રાજ્ય દેશ કોરોનાની ત્રીજી લહેરમાંથી (Third Wave of coronavirus) પસાર થઈ રહ્યું છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ આ પરિસ્થિતિથી ઘણું પ્રભાવિત થયું છે. ત્યારે કોરોનાકાળને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા 25% ની ફી (25% Fee Waive off in Gujarat Schools) માફીની જાહેરાત કરવામાં આવી હતી.
Vadodara News : ગુજરાત રાજ્ય દેશ કોરોનાની ત્રીજી લહેરમાંથી (Third Wave of coronavirus) પસાર થઈ રહ્યું છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ આ પરિસ્થિતિથી ઘણું પ્રભાવિત થયું છે. ત્યારે કોરોનાકાળને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા 25% ની ફી (25% Fee Waive off in Gujarat Schools) માફીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો નથી અને સંપૂર્ણ ફી ઉઘરાવવામાં આવી છે અને આવા સમયે FRC દ્વારા વધુ 10% ફી (10 Percent Fee Hike) વધારાની જાહેરાત કરવામાં આવી છે.
શિક્ષણ ઓનલાઇન આપવામાં આવી રહ્યું છે, ત્યારે આવો ફી વધારો સંપૂર્ણ અયોગ્ય છે અને સ્કૂલ સંચાલકો FRC ના નિયમોને નેવે મૂકી મન ફાવે તેમ ફી પણ વસુલે છે. ત્યારે NSUI ગુજરાત સરકાર અને FRC નું આવું તાનાશાહીવાળું વલણ નહીં ચલાવી લે અને તાત્કાલિક ધોરણે આ તમામ મુદ્દે સકારાત્મક નિર્ણય નહીં લે તો NSUI આ મુદ્દે તમામ આવા સ્કૂલ સંચાલકો અને સરકાર વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે અને પૂરી આક્રમકતાથી લડત લડી રહ્યું છે. વાલીઓ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા જવલંતથી જ્વલંત આંદોલન કરશે એવું ગુજરાત NISU ના મહામંત્રી દિગ્વિજય દેસાઈ એ જણાવ્યું હતું.