Home /News /madhya-gujarat /

કેન્દ્ર સરકારના આર્થિક બૂસ્ટરડોઝની અસર, વડોદરામાં નવ માસમાં રૂપિયા 6837 કરોડનું ધીરાણ

કેન્દ્ર સરકારના આર્થિક બૂસ્ટરડોઝની અસર, વડોદરામાં નવ માસમાં રૂપિયા 6837 કરોડનું ધીરાણ

વડોદરાની બેંકમાં કૂલ થાપણો સામે 9 માસમાં બેંકોએ 60% રકમ લોન-ધીરાણ સ્વરૂપે આપી.

કોરોના કાળમાં ધીમી પડેલી આર્થિક ગતિવિધિને ફરી પટરી ઉપર લાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા ફાયનાન્સીયલ બૂસ્ટર ડોઝના પરિણામો જોવા મળી રહ્યા છે.

    વડોદરા: કોરોના કાળમાં ધીમી પડેલી આર્થિક ગતિવિધિને ફરી પટરી ઉપર લાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા ફાયનાન્સીયલ બૂસ્ટર ડોઝના (Financial Booster Doze) પરિણામો જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે (The Union Finance Ministry ) ઉદ્યમીઓ માટે ધીરાણ મેળવવાનો માર્ગ સરળ કરી દેતા બેંકો દ્વારા ખાસ લોનમેળા યોજ્યા હતા. આ બાબતનું સીધું પ્રતિબિંબ ગત્ત ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળા સુધીના કેશ ડિપોઝીટ રેશિયો ઉપર પડે છે. વડોદરા જિલ્લાની મોટાભાગની બેંકોએ આર.બી.આઇ દ્વારા નિર્ધારિત પ્રમાણ કરતા વધુ ધીરાણ કર્યું છે.

    જિલ્લા વહીવટી તંત્ર પાસે ઉપલબ્ધ આંકડાઓ મુજબ ગત્ત ડિસેમ્બર માસમાં પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળાના અંત સુધીમાં વડોદરા જિલ્લાની રાષ્ટ્રીયકૃત, એસબીઆઇ સમુહ, સહકારી, પ્રાદેશિક ગ્રામીણ બેંક, ખાનગી, સ્મોલ ફાયનાન્સ બેંકમાં કૂલ રૂ. 11090 કરોડ ડિપોઝીટ થયા હતા. તા. 1 એપ્રિલથી તા. 31 ડિસેમ્બર- 2021 સુધીના નવ માસની વડોદરા શહેર અને જિલ્લાની નાણાશક્તિ દર્શાવે છે. આ પરથી સહજ ખ્યાલ આવે છે કે, કેન્દ્ર સરકારનો બૂસ્ટર ડોઝ કામ કરી ગયો છે.

    સૌથી વધુ એસ.બી.આઇ સમુહ સિવાયની અન્ય 11 રાષ્ટ્રીયકૃત બેંકોમાં સૌથી વધુ રૂ. 4888 કરોડની ડિપોઝીટ આવી હતી. એ એસબીઆઇ સમુહની બેંકોએ રૂ. 2485 કરોડની ડિપોઝીટ મેળવી હતી. શહેર અને જિલ્લામાં કાર્યરત 20 ખાનગી બેંકોમાં આ ડિપોઝીટનું પ્રમાણ રૂ. 3516 કરોડનું રહ્યું હતું. એનો બીજો મતલબ એ પણ કરી શકાય કે ખાનગી ક્ષેત્રની બેંકો પણ વડોદરામાં પૂરબહારમાં કામ કરી રહી છે. સ્મોલ ફાયનાન્સ બેંકોએ આ નવ માસના સમયગાળા દરમિયાન રૂ. 651 કરોડની ડિપોઝીટ મેળવી હતી.

    આ પણ વાંચો: મોરબીમાં 1.20 કરોડની લૂંટ: કારને આંતરીને બુકાનીધારીઓ પાર્સલ લઇને થયા ફરાર

    હવે મૂળ વાત કરીએ. આરબીઆઇની માર્ગદર્શિકા મુજબ બેંકોએ કૂલ ડિપોઝીટના લઘુતમ 40 ટકા સ્થાનિક કક્ષાએ ધીરાણ કરવું પડે છે. જેને કેશ ડિપોઝીટ રેશિયો કહેવામાં આવે છે. આ રેશિયો 60 ટકા સુધી થાય તો આદર્શ કહેવામાં આવે છે. પણ, કોરોનાકાળમાં બેંકોમાંથી ધીરાણ લેવાનું મંદ પડી ગયા બાદ કેન્દ્ર સરકાર ખાસ લોનમેળા યોજી લોકોને ખોબલે ખોબલે ધીરાણ આપ્યું. તેથી વડોદરામાં કેશડિપોઝીટ રેશિયો 61.65 ટકા થઇ ગયો છે. નવ માસના સમયગાળામાં રૂ. 68275 કરોડનું ધીરાણ થયું હતું.

    આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીંગતેલના ભાવમાં પણ ભડકો

    સીડી રેશિયોનું પ્રમાણ જોઇએ તો એસ.બી.આઇ સમુહ સિવાયની રાષ્ટ્રીયકૃત બેંકોનો 43 ટકા અને તેમાં સૌથી વધુ યુકો બેંકનો 220 ટકા, એસબીઆઇનો 43.73 ટકા, ગ્રામીણ બેંકોનો 67.87 ટકા, ખાનગી બેંકોનો 100.13 ટકા અને તેમાં સૌથી વધુ બંધન બેંકનો 1019 ટકા તથા સ્મોલ ફાયનાન્સ બેંકોનો સીડી રેશિયો 99.41 ટકા રહ્યો છે.

    કેટલીક બેંકોનો કેશ ડિપોઝીટ રેશિયો સો ટકા કરતા પણ વધુ રહ્યો છે. તેમાં એક્સીસ બેંક 140 ટકા, સિટી યુનિયન બેંક 151 ટકા, ફેડરલ બેંક 147 ટકા, કર્ણાટકા બેંક 104 ટકા, ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંક 289 ટકા, જન સ્મોલ ફાયનાન્સ બેંક 157 ટકા, એયુ સ્મોલ ફાયનાન્સ બેંકનો રેશિયો 107 ટકા રહ્યો છે. આમ, કોરોનાકાળની અસરો નિવારવા માટે ઉદ્દાતભાવે ધીરાણ આપીને આ નાણાકીય સંસ્થાનોએ મહત્વની ભૂમિકા અદા કરી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર