દિપક પટેલ, નર્મદા: સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ સહિતના વિસ્તારનો વિકાસ થયા બાદ નર્મદામાં પ્રવાસીઓની ભીડ જામે છે, અને નર્મદામાં પ્રવાસીઓ આવતા ઠેરઠેર હોટેલો ખુલી ગઈ છે.
ખાસ કરીને ગરુડેશ્વર કેવડિયા વિસ્તારમાં 100 ટકા આદિવાસી જમીનો અને સંપાદિત જમીનો હોય માલેતુજારોએ આદિવાસીઓને પ્રલોભનો આપીને સેટિંગ કરીને હોટેલો ખોલી કાઢી છે.
આમ, પ્રવાસીઓની આવકને પગલે ઠેર-ઠેર હોટલો ખુલી ગઈ છે. પરંતુ, મોટા ભાગની હોટેલો પાસે 73 અઅની પરવાનગી નથી અને ખેતીમાંથી બિન ખેતી શરતમાં ફેરવાઈ નથી, કેમકે તેમની પાસે કોઈ પુરાવા નથી.
આ સમગ્ર રિપોર્ટ મામલતદાર ગરુડેશ્વર કે સી. ચરપોટૅ તપાસ કરતા આખો મામલો ગેરકાયદેસર જણાતા રાજપીપલા પ્રાંત અધિકારીએ હાલ બે હોટલો સીલ કરી દીધી છે અને અન્ય 15 હોટલોને નોટિસ આપવામાં આવી છે.
ગરુડેશ્વર હાઇવે પર બિલાડીના ટોપની જેમ ખુલી રહેલી હોટલો પર તંત્ર પણ તપાસ કરી પ્રથમ તપાસમાં બે હોટેલો પ્રાંત અધિકારી અને મામલતદાર નાંદોદની તપાસમાં ગેરકાયદેસર જણાતા બે હોટેલો નેસીલ મારી એકને 5 લાખ અને બીજી હોટલને 8 લાખ જેટલો દંડ ફટકાર્યો હતો જયારે હજુ તપાસ ચાલુ હોય હોટલોના સંચાલકોમાં ફાફડાટ ફેલાયો છે.
હોટલો સંચાલકો કયારે આ હોટલો ખુલશે જેની રાહ જોઈ રહ્યા છે. તો, બીજી બાજુ જમીન માલિકોનું પણ કહેવું છે કે આ જમીનોમાં પાણી ન મળતા કોઈ પાક પાકતો નથી, માટે અમારે પણ ભાડે આપવાનો વારો આવ્યો છે, જો ભાડે ન આપીયે તો અમે ખાઈશું શું ?. હવે જોવાનું એ રહશે કે વિકાસના પંથે જઈ રહેલા નર્મદા જિલ્લામાં આ હોટલોને પરમિશન મળશે કે કેમ ?
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર