Home /News /madhya-gujarat /Vadodara: IFT ના વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલા કામોને " બ્લ્યુ પ્રિન્ટ" શિર્ષક હેઠળ રજૂ કરાયા, જુઓ Video

Vadodara: IFT ના વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલા કામોને " બ્લ્યુ પ્રિન્ટ" શિર્ષક હેઠળ રજૂ કરાયા, જુઓ Video

X
150

150 જેટલા વિદ્યાર્થીઓના વર્ષ દરમિયાન કરેલા વર્કને બ્લ્યુ પ્રિન્ટમાં પ્રદર્શિત

પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું બેઝિક વર્ક, બીજા વર્ષના વિદ્યાર્થીઓનું એડવાન્સ વર્ક અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ફેન્સી અને ટ્રેન્ડી આઉટફિટને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

Nidhi Dave, Vadodara: વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના ટેકસટાઇલ એન્ડ એપરલ ડિઝાઇન વિભાગના ત્રણેય વર્ષના 150 જેટલા વિદ્યાર્થીઓમાં આખા વર્ષ દરમિયાન કરેલા વર્કને બ્લ્યુ પ્રિન્ટ શિર્ષક હેઠળ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

આ પ્રદર્શનમાં ડિસ્પ્લેને ત્રણ લેવલ પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું બેઝિક વર્ક, બીજા વર્ષના વિદ્યાર્થીઓનું એડવાન્સ વર્ક અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ફેન્સી અને ટ્રેન્ડી આઉટફિટને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

જે વિશે આસિસ્ટન્ટ પ્રોફેસર મિતાલી શાહે જણાવ્યું કે, અભ્યાસકાળ દરમિયાન વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓ જે કંઈ શીખ્યા હોય તેના પરથી તેમણે બનાવેલા ક્રિએટિવ પ્રોડક્ટસ આ પ્રદર્શનમાં પ્રસ્તુત કરાયા. જેથી વિદ્યાર્થીઓને આઈડિયા આવે કે, ગ્રાહક પ્રોડક્ટસ લેતા સમયે સુવિચાર છે, તેમની માંગ શું હોય છે, હાલ માર્કેટમાં શું ચાલી રહ્યું છે.



વિદ્યાર્થીઓને સમગ્ર ભારતના વિવિધ રાજ્યોની એમ્રોડરી વર્ક શીખવવામાં આવી છે. તે સિવાય ડાય મેકિંગ, વુમન્સ વેઅર સહિત ગારમેન્ટ બનાવવાથી લઈને માર્કેટમાં તેનું વેચાણ કેવી રીતે કરવું તે તમામ બાબતો વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન શીખવવામાં આવતી હોય છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાની ક્રિએટિવિટી બ્લ્યુ પ્રિન્ટમાં રજૂ કરી. જેમાં વિદ્યાર્થીઓએ ફેશનેબલ હેન્ડમેડ જવેલરી, વિવિધ ડિઝાઇનર ગારમેન્ટ સહિત વિવિધ પ્રોડક્ટ પ્રદર્શિત કર્યા.
First published:

Tags: Local 18, Vadodara