Home /News /madhya-gujarat /ગુજરાત ચૂંટણી : 'હું નહીં તો મારી પત્ની ચૂંટણી લડશે,' ભાજપના દબંગ નેતાનું એલાન

ગુજરાત ચૂંટણી : 'હું નહીં તો મારી પત્ની ચૂંટણી લડશે,' ભાજપના દબંગ નેતાનું એલાન

મધુ શ્રીવાસ્તવ (ફાઇલ તસવીર)

સતત ચર્ચામાં રહેતી વડોદરાની વાઘોડિયા બેઠક ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ બેઠક પરથી દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે ચૂંટણી લડવાને લઇને મોટુ નિવેદન આપ્યું છે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. સત્તાધારી પક્ષ ભાજપ હોય કે વિપક્ષ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તમામ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 12 યાદીઓ જાહેર કરવામાં આવી છે ત્યારે ભાજપ દ્વારા હજુ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં નથી આવી. તેવામાં ભાજપ ગમે તે સમયે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. ત્યારે સતત ચર્ચામાં રહેતી વડોદરાની વાઘોડિયા બેઠક ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ બેઠક પરથી દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે ચૂંટણી લડવાને લઇને મોટુ નિવેદન આપ્યું છે.  આ પણ વાંચો :  ગુજરાત ચૂંટણી : લલિત વસોયાએ કોંગ્રેસની જાહેરાતની પણ રાહ ન જોઇ, આ બેઠક પરથી ખુદને ઉમેદવાર ઘોષિત કરી દીધાં

  વાઘોડિયા MLA મધુ શ્રીવાસ્તવનો મોટો દાવો


  વાઘોડિયાના એમએલએ મધુ શ્રીવાસ્તવે મોટો દાવો કર્યો છે. મધુ શ્રીવાસ્તવે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે નિવેદન આપ્યું છે કે, હું નહીં તો મારી પત્નીને ચૂંટણી લડાવીશ. તેમણે કહ્યું કે, હું બજરંગબલીની સેવામાં છું. જણાવી દઇએ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ વડોદરાના વાઘોડિયાથી ધારાસભ્ય છે.

  આ પણ વાંચો :  બૂંદિયાળ બુધવાર : આણંદ-તારાપુર ચોકડી પર બેકાબૂ ટ્રકે 8ને અડફેટે લીધા, રાજુલાના 3 લોકોના મોત

  જણાવી દઇએ કે તાજેતરમાં એવી ચર્ચા હતી કે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાવાના પૂરેપૂરા એંધાણ છે. ભાજપ દ્વારા મધુ શ્રીવાસ્તવને વાઘોડિયા બેઠક પર ટિકિટ નહીં આપવામાં આવે. ભાજપ વાઘોડિયામાં મહિલા ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે. જેમાં પારૂલ યુનિવર્સિટીના ચેરપર્સન પારુલ પટેલને ટિકિટ મળે તેવી સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે. તેવામાં હવે મધુ શ્રીવાસ્તવના આ નિવેદનથી વાઘોડિયા બેઠક મુદ્દે રાજકારણ ગરમાયું છે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Election 2022, Gujarat BJP, Gujarat Elections, Madhu shrivastav

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन