corona warriorએ વ્યક્ત કરી લાગણી, કહ્યું, 'હું નસીબદાર છું કે કોરોના દર્દીઓની સેવાની તક મળી'


Updated: May 13, 2020, 7:39 PM IST
corona warriorએ વ્યક્ત કરી લાગણી, કહ્યું, 'હું નસીબદાર છું કે કોરોના દર્દીઓની સેવાની તક મળી'
સેજલ ડાભીની ફરજ ઉપરની તસવીર

વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા નર્સ સેજલબેન ડાભી ક઼ઈક આવા શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરે છે.

  • Share this:
વડોદરાઃ ‘આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે, ત્યારે હું મારી જાતને નસીબદાર માનું છું કે, એક નર્સ તરીકે મને કોરોનાના દર્દીઓની સેવા કરવાની તક મળી. તેમાંય ખાસ કરીને જ્યારે વિશ્વ નર્સ ડેના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ (CM vijay rupani) ઓનલાઇન સંવાદમાં મારી સાથે વાત કરી અને મારા સહિતના વડોદરાના નર્સિંગ સમુદાયને કોરોનાના લડવૈયા તરીકે બિરદાવ્યા તેનાથી તમામ આરોગ્યકર્મીઓને નવું બળ મળ્યું છે.’

વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા નર્સ સેજલબેન ડાભી ક઼ઈક આવા શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરે છે. કોરોનાના દર્દીઓ માટે ઊભા કરવામાં આવેલી સ્પેશિયલ કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલના વોર્ડમાં હાલ 18 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ તમામને હોસ્પિટલના તમામ આરોગ્યકર્મીઓ દ્વારા ખડેપગે રહીને સારવાર આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, તેમનું મનોબળ મજબૂત કરવાના પણ શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સેજલબેન કહે છે કે, ‘આત્મવિશ્વાસ એ કોરોના સામે લડવાનું સૌથી મોટું હથિયાર છે. હાલ અમે સયાજી હોસ્પિટલમાં રાત-દિવસ ત્રણ પાળીમાં ફરજ બજાવીએ છીએ. દર્દીઓને યોગ્ય સારવાર કરવી, ડોક્ટરની સલાહ મુજબ સમયસર દવા અને ભોજન ઉપરાંત, તેમને પરિવારની જેમ માનસિક સાતા આપવાથી તેમના સ્વાસ્થ્યમાં સુધાર લાવી શકાય છે. એટલા માટે મુખ્ય નર્સ અને ડૉક્ટરની સલાહ મુજબ દર્દીઓને સાયકોલોજિકલ સપોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે, જેથી તેમનું મનોબળ મજબૂત કરી શકાય.’

સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં હાલ અઢાર દર્દીઓને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ સારવાર ચાલી રહી છે એમ જણાવતાં સેજલ બેન કહે છે કે દર્દીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. તેમની સાથે કોરોના વોર્ડમાં ગીતાબેન, રાગિણી બેન, કમલાબેન અને કમલેશભાઈ પંચાલ સહિતના આરોગ્યકર્મીઓ પણ ખડેપગે સેવા આપી રહ્યા છે. આ તમામ કોરોના વૉરિયર્સને વિશ્વાસ છે કે, કોરોના સંક્રમણને અટકાવવા માટે આપણે સૌ એકજૂથ થઈ લડીશું, તો ચોક્કસ આ મહામારીને હરાવી શકીશું.

‘સેવા માટે તો હું હોમગાર્ડમાં ભરતી થઇ છું અને આવા કપરા સમયમાં સેવા ન આપું તો કેમ ચાલે?
‘સેવા કરવા માટે જ તો હોમગાર્ડમાં ભરતી થઇ છું. અને આજે આવા કપરા સમયમાં જો મારી ફરજ ન બજાવું તો કેમ ચાલે?’ કોરોનાની મહામારીની સામે લાખો-કરોડો કોરોના વૉરિયર્સ પોતાની ફરજ પ્રામાણિકતાપૂર્વક નિભાવી રહ્યા છે, ત્યારે આજે વાત કરીએ, કેન્સર જેવી ગંભીર બીમારી સાથે પાલનપુરમાં મહિલા હોમગાર્ડ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં કોરોના વૉરિયર શ્રીમતિ જમનાબેન પરમારની.
જમનાબેન હોમગાર્ડની તસવીર


વર્ષ-1998માં પાલનપુર ખાતે હોમગાર્ડમાં જોડાયેલાં શ્રીમતિ જમનાબેન રમેશભાઈ પરમાર શહેરનાં વિવિધ સ્થળે પોતાની ફરજ નિભાવી ચૂક્યાં છે અને આ 22 વર્ષમાં તેમણે અનેક સારી-નરસી અનેક પરિસ્થિતિઓનો સામનો પણ કર્યો છે, પરંતુ આ વખતે તેમની આ લડાઈ બેવડી છે! એક તો, આ કપરી પરિસ્થિતિઓમાં કોરોના વૉરિયર તરીકેની અને બીજી લડાઈ છે, પોતાની જાત સાથેની!

જી હા, જમનાબેનને અંડાશયના કેન્સરની ગંભીર બીમારી છે. જેના માટે તેઓ દોઢ વર્ષ પહેલાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ત્રણ ઑપરેશન કરાવી ચૂક્યાં છે અને હાલ પણ તેમની દવા ચાલે છે. આમ છતાં, તેઓ સમાજસેવાની જે ભાવના સાથે ગૃહરક્ષક દળમાં જોડાયાં હતાં, એ ફરજના ભાગરૂપે પાલનપુર શહરેમાં હોમગાર્ડ તરીકે સેવા આપી રહ્યાં છે. હાલ તેઓ પાલનપુરના ગઠામણ ગેટ પોઇન્ટ પર તૈનાત છે.
First published: May 13, 2020, 6:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading