હું CM પદની રેસમાં નથી, રૂપાણી જ રાજ્યના મુખ્યમંત્રી રહેશેઃ મનસુખ માંડવિયા

News18 Gujarati
Updated: May 31, 2018, 4:14 PM IST
હું CM પદની રેસમાં નથી, રૂપાણી જ રાજ્યના મુખ્યમંત્રી રહેશેઃ મનસુખ માંડવિયા
નર્મદા જળ કળચની પૂજા કરી રહેલા માંડવિયા

  • Share this:
સુજલામ્ સુફલામ્ જળસંચય યોજના અભિયાનની આજે પૂર્ણાહૂતિ થઈ હતી. આ માટે આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વડોદરા ખાતે હાજર રહ્યા હતા. તેમના હસ્તે નર્મદા જળ કળશ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા પોતે ગુજરાતના મુખ્યમંત્રીની રેસમાં હોવાની વાતનો છેદ ઉડાવી દીધો હતો.

કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું?

વડોદરા ખાતે મીડિયા સાથે વાતચીત કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, "રાજ્યની અંદર વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ સરકાર ચાલી રહી છે. વિજયભાઈ રૂપાણી જ રાજ્યના મુખ્યમંત્રી છે અને રહેશે. ગુજરાતમાં કોઈ જ નેતૃત્વ પરિવર્તન થવાનું નથી. આ એક અફવા છે. હું ક્યારેય મુખ્યમંત્રી પદનો દાવેદાર રહ્યો નથી. તેમજ હું મુખ્યમંત્રી પદની રેસમાં પણ નથી. હું ભારત સરકારના મંત્રી તરીકે કામ કરી રહ્યો છું અને કરતો રહીશ."

સરકારને પેટ્રોલ ડીઝલના વધતા ભાવની ચિંતા

આ પ્રસંગે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, "પેટ્રોલના વધતા ભાવ અંગે સરકાર ચિંતિત છે. આજે જ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવ સ્થિર થયા હોવાથી આગામી દિવસોમાં દેશ અને ગુજરાતમાં ઇંધણની કિંમતમાં ઘટાડો થશે." પેટ્રોલની કિંમતમાં ફક્ત એક પૈસા જેટલો ઘટાડો કરીને લોકોની મજાક ઉડાવવામાં આવી હોવા અંગે ખુલાસો કરતા માંડવિયાએ જણાવ્યું હતું કે ટેક્નિકલ ભૂલને કારણે આવું થયું હતું. આ અંગે પેટ્રોલિયમ પ્રધાન ખુલાસો પણ કર્યો છે.

નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી એવા સમાચાર આવી રહ્યા હતા કે રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા નેતૃત્વ પરિવર્તન થવા જઈ રહ્યું છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.
First published: May 31, 2018, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading