વડોદરાઃ પત્નીની હત્યા કરી પતિનો છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત

News18 Gujarati
Updated: January 25, 2019, 7:33 AM IST
વડોદરાઃ પત્નીની હત્યા કરી પતિનો છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત

  • Share this:
ફરીદ ખાન, વડોદરા

વડોદરાનાં નવા વિકાસ થઇ રહેલા ભાયલી વિસ્તારમાં આવેલા સીઝન એપાર્ટમેન્ટનાં ચોથા માળે રહેતા પટેલ પરિવાર ક્ષણભરમાં તેહસનેહસ થઇ ગયો, છેલ્લા કેટલાક સમયથી ચાલતા ઘર કંકાસે પત્ની અને પતિનો ભોગ લીધો અને આ પટેલ દંપતીની એકને એક પુત્રી નોંધારી બની ગઇ.

મઘ્યમ પરિવારનાં આર્થિક રીતે સુખી મીનેશ પટેલ અને રચના પટેલ અને તેની એક પુત્રી ભાયલીનાં સીઝન એપાર્ટમેન્ટમાં થોડા સમય પેહલાજ રહેવા આવ્યા હતા, નવા ખરીદેલા ફલેટમાં હોંશે હોંશે મનીશ પટેલ અને રચના પટેલે રાચરચીલું ખરીદી ઘર સજાવ્યુ હતું, પરંતુ તમામ સુખ સુવિઘાઓને પતિ અને પત્ની વચ્ચેનાં ઘરકંકાસે પળભરમાં તેહશનેહશ કરી નાંખ્યું, અચાનક પતિ અને પત્ની વચ્ચે નજીવી બાબતે ઝઘડો શરૂ થયો જેણે ઉગ્ર સ્વરૂપ ઘારણ કરી લીઘું, આ પહેલા પણ અનેકવાર ઝઘડાઓ થતા હતા, અને મામલો છુટાછેટા સુઘી પોંહચી ગયો હતો, પતિ મીનેશ પટેલે પત્ની રચના પર હિંસક હુમલો કર્યો પત્નિનું માથું દિવાલ સાથે પછાડયુ અને ગંભીર ઇજાગ્રસ્ત રચનાનું મોત ઘટના સ્થળે જ નિપજ્યું.

પત્ની રચના પટેલની હત્યા બાદ પતિ મનીશ પટેલ એપાર્ટમેન્ટનાં છઠ્ઠા માળે પોંહતી ગયો, મનીશ પટેલ અને રચનાં પટેલ ચોથા માળે રેહતા હતા, પરંતુ દાંમ્પત્ય જીવનમાં ખટરાગ વઘી જતા મહિનામાં છુટેછેટાની પ્રકિયા પુર્ણ કરી હતી, અને આજે અચાનક મનીશ પટેલ ફલેટમાં આવતા ઝઘડો શરૂ થયો, મનીશે પત્નિ રચનાની હત્યા કરી, પોતે છઠ્ઠા માળેથી કુદી આપઘાત કરી લીઘો.
First published: January 24, 2019, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading