Home /News /madhya-gujarat /વડોદરા: સગી માએ 9 વર્ષના પુત્રનું કર્યું યૌન શોષણ, પિતાએ ઘરમાં સીસીટીવી લગાવતા ફૂટ્યો ભાંડો
વડોદરા: સગી માએ 9 વર્ષના પુત્રનું કર્યું યૌન શોષણ, પિતાએ ઘરમાં સીસીટીવી લગાવતા ફૂટ્યો ભાંડો
પ્રતિકાત્મક તસવીર
Vadodara Crime: 'મારી પત્નીના કરતૂતોના પુરાવા એકઠા કરવા મે ખાનગી ડિટેક્ટિવને કામ સોંપ્યુ હતુ. તો મારી પત્નીને જાણ થઇ ગઇ અને તેની સાથે સંપર્ક કરી લીધો જે બાદ ડિટેક્ટિવ પણ મારી પાસે 10 લાખની માંગણી કરીને ધમકી આપે છે.'
વડોદરા : શહેરમાં (Vadodara) માની મમતાને (mother) લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે (husband files case against wife) તેની જ પત્ની સામે જ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. જેમા તેણે જણાવ્યુ છે કે, 'મારી પત્ની મારા 9 વર્ષના પુત્રનું યૌન શોષણ કરે છે. આ કરતૂત છુપાવવા માટે મારી પત્નીએ મારી સામે ખોટા આક્ષેપો કરીને ફરિયાદો પણ કરી હતી. મારી પત્નીને અનેક પુરુષો સાથે પણ સંબંધો છે.' અદાલતે ફરિયાદીની પત્ની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ કરવા માટે આદેશ આપ્યો છે. તેમજ ફરિયાદ દાખલ ન કરનાર એડિ. સીપી, 2 ડીસીપી, એસીપી અને પીઆઇ સામે પણ ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો હતો.
સગીર પુત્ર-પુત્રી પર કરે છે અત્યાચાર
યુવકે ગત મે મહિનામાં વડોદરા પોલીસ કમિશનરને ફરિયાદ આપી હતી. જેમા તેણે લેખિતમાં જણાવ્યુ હતુ કે, 'મારી પત્ની 2015થી અત્યાર સુધીમાં ફેસબુકના માધ્યમથી અનેક પુરુષોના સંપર્કમાં આવી છે અને તેની સાથે અનૈતિક સંબંધો બનાવ્યા છે. વારંવાર સમજાવવા છતા મારી પત્ની અન્ય પુરુષો સાથે સંબંધો રાખે છે. એટલુ જ નહીં, અમારે પુત્રી અને પુત્ર એમ બે સંતાનો છે. બન્ને સંતાનો ઉપર પણ મારી પત્ની એટલે કે તેની સગી માતા અત્યાચાર કરે છે. બાળકો પાસે ઘરનુ કામ કરાવે છે અને કામ ના કરે તો જમવાનું આપતી નથી. આ બધુ છુપાવવા અને મને ચુપ કરવા માટે મારી પત્નીએ મારી સામે બે વખત ફરિયાદ નોંધાવી છે.
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, મારી પત્નીના કરતૂતોના પુરાવા એકઠા કરવા મે ખાનગી ડિટેક્ટિવને કામ સોંપ્યુ હતુ. તો મારી પત્નીને જાણ થઇ ગઇ અને તેની સાથે સંપર્ક કરી લીધો જે બાદ ડિટેક્ટિવ પણ મારી પાસે 10 લાખની માંગણી કરીને ધમકી આપે છે. જેથી પત્નીની કરતૂતો છતી કરવા ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા. જેમાં પત્ની પુત્ર સાથે પણ શારીરિક અડપલાં કરતી દેખાય છે. જોકે, ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યાની જાણ પણ થતા તેણે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. જોકે, થોડું ફુટેજ રેકોર્ડ થઇ ગયુ છે. જેમા પત્નીની કરતૂતો દેખાય છે. આ સાથે મારી પત્ની સંતાનોની હાજરીમાં જ અન્ય પુરુષો સાથે બીભત્સ વાતો પણ કરે છે.
પતિ આ અંગે ફરિયાદ નોંધવવા હરણી પોલીસ સ્ટેશન ગયો હતો. પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હતી. જેથી પતિ કોર્ટમાં ગયો હતો. વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટે યુવકની પત્ની સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ કરવા પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે. આ સાથે બાળકના યૌનશોષણ જેવી ગંભીર ફરિયાદ દાખલ નહી કરવા બદલ હરણી પોલીસ સ્ટેશનના પી.આઇ., ઝોન-4ના ડીસીપી, ઝોન-3ના ડીસીપી, એડિશનલ પોલીસ કમિશનર અને એચ ડિવિઝનના એસીપી સામે પણ તપાસ કરવા આદેશ કર્યો છે.