વડોદરા : 'મારા થકી આ ગર્ભ હોય તો પણ પડાવી નાંખ નહીં તો છૂટાછેટા આપ'

News18 Gujarati
Updated: October 13, 2019, 11:25 AM IST
વડોદરા : 'મારા થકી આ ગર્ભ હોય તો પણ પડાવી નાંખ નહીં તો છૂટાછેટા આપ'
પ્રતિકાત્મક તસવીર

'મારૂં હોય તો પણ મારે રાખવુ નથી તને જ નથી લાવવાની. છોકરૂં લાવીને શું કરૂં?'

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વડોદરામાં (Vadodara) પરિણીતાને ગર્ભ રહી જતા પતિ તથા સાસરિયાઓએ ત્રાસ ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાને વારંવાર ગર્ભપાત માટે ધમકી આપવામાં આવતી હતી. પરંતુ તે ન માનતા તેને ઘરમાંથી કાઢી મુકી હતી. જે બાદ તેને છૂટાછેડાની (Divorce) નોટિસ મોકલાવી હતી. આ અંગેની પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાને સાસરિયા ત્રાસ આપતા હતા

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં તરસાલી વિસ્તારમાં રહેતી હિનલ નામની યુવતીનાં લગ્ન બે વર્ષ પહેલા ભાયલીનાં યુવક સાથે થયા હતાં. પરંતુ તેમનો મનમેળ ન થતા છૂટાછેડા લીધા હતાં. જે બાદ તેણે 2019નાં જાન્યુઆરી મહિનામાં રિયલ પટેલ સાથે કર્યા હતાં. રિયલ રોજ દારૂ પીને ઘરે આવતો હતો જેથી તેમની વચ્ચે અવારનવરા ઝઘડા થતા હતાં. આ દરમિયાન પરિણીતાને ગર્ભ રહી ગયો હતો. પતિ અને અન્ય સાસરિયાઓ દ્વારા આ ગર્ભ રિયલથી નથી તેવુ જણાવીને ત્રાસ ગુજારવામાં આવતો હતો. ગર્ભપાત કરાવવા માટે હીનલ પર ત્રાસ ગુજારવામાં આવતો હતો.

આ પણ વાંચો : આણંદ : માતાએ સાત વર્ષની દીકરીનું કર્યું અપહરણ, પોતે જ ફોન પર જાણ કરી

પતિ ડી.એન.એ ટેસ્ટ કરાવવા પણ તૈયાર ન હતો

મે મહિનામાં પરિણીતાને રોજ સાસુ ઉષાબેન, નણંદ મીનાબેન તથા પતિએ બળજબરીથી ગર્ભપાત માટેની ગોળીઓ હીનલને ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હીનલે ગોળીઓ નહી લેતા પતિએ તેને માર માર્યો હતો અને પત્નીને ઘરેથી કાઢી મૂકી હતી. હીનલે જ્યારે તેના પતિને કહ્યું હતું કે આ બાળક તમારૂં જ છે. તેની તપાસ કરાવવા ડી.એન.એ. ટેસ્ટ કરાવીએ પરંતુ પતિ રિયલ તે માટે પણ તૈયાર ન હતો. અને પતિએ એનો જવાબ આપ્યો હતો કે,  'મારૂં હોય તો પણ મારે રાખવુ નથી તને જ નથી લાવવાની. છોકરૂં લાવીને શું કરૂં ? કોર્ટમાં જે ફેસલો આવશે તે હું જોઇ લઇશ. તું મારી પાસે ભરણપોષણ માંગીશ બીજું શું ?''
First published: October 13, 2019, 11:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading