વડોદરા: પતિએ પત્ની-બે બાળક પર કર્યો હિંસક હુમલો, પત્નીનું મોત, બાળકોની હાલત ગંભીર

News18 Gujarati
Updated: January 19, 2019, 7:09 PM IST
વડોદરા: પતિએ પત્ની-બે બાળક પર કર્યો હિંસક હુમલો, પત્નીનું મોત, બાળકોની હાલત ગંભીર
પતિએ પણ આ હુમલા બાદ ટ્રેન નીચે પડતુ મુકી આત્મહત્યા કરી લીધી છે.

પતિએ પણ આ હુમલા બાદ ટ્રેન નીચે પડતુ મુકી આત્મહત્યા કરી લીધી છે.

  • Share this:
ક્યારેક માણસ ગુસ્સામાં આવી એવું કરી જાય છે, જેના માટે બાદમાં પછતાવવાનો વારો આવે છે. વડોદરામાં એક પિતા-પતિ ગુસ્સે થયો અને પોતાની પત્ની અને બે બાળકો પર હિંસક હુમલો કરી દીધો. આ હુમલામાં પત્નીનું મોત નિપજ્યું, જ્યારે બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના કરજણના મિયાગામમાં આજે સવારે પતિ અને પત્ની વચ્ચે ઝગડો થઈ ગયો. ઝગડાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ જેમાં એક પરિવાર વેરવિખેર થઈ ગયો. પતિએ વહેમમાં ઘરકંકાસ શરૂ કર્યો અને ગુસ્સામાં આવી પત્ની તથા બે બાળકો પર જીવલેણ હુમલો કરી દીધો.

પતિ દ્વારા કરવામાં આવેલો હુમલો એટલો હિંસક હતો કે પત્નીનું મોત નિપજ્યું છે. જ્યારે બે બાળકોની હાલત ગંભીર છે. પતિએ પણ આ હુમલા બાદ ટ્રેન નીચે પડતુ મુકી આત્મહત્યા કરી લીધી છે.

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને મામલો શું હતો કેમ હુમલો કરવામાં આવ્યો તે મુદ્દે તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, હુમલા પાછળનું કારણ પત્ની પર વહેમનું હતું. પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા હુમલો કર્યો હોવાની જાણકારી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, શંકા અને ગુસ્સાએ પુરો પરિવાર વેરવિખેર કરી દીધો. બંને બાળકો માતા-પિતા વગરના અનાથ થઈ ગયા. લોકો ગુ્સામાં આવી કાયદો હાથમાં લઈ એવી પરિસ્થિતિ પેદા કરે છે કે, પરિવાર પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
First published: January 19, 2019, 7:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading