વડોદરાઃ શંકાશીલ પતિએ પત્નીને જાહેરમાં ચાકુના ઘા માર્યા

વડોદરાના હાથીખાના અનાજ માર્કેટમાં રવિવારે સવારે કામ ઉપર જતી પત્નીને શંકાસીલ પતિએ જાહેરમાં જ ચાકુના ઘા મારી જીવલેણ ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

News18 Gujarati
Updated: March 11, 2019, 11:31 AM IST
વડોદરાઃ શંકાશીલ પતિએ પત્નીને જાહેરમાં ચાકુના ઘા માર્યા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: March 11, 2019, 11:31 AM IST
ન્યૂઝ18ગુજરાતીઃ વડોદરાના હાથીખાના અનાજ માર્કેટમાં રવિવારે સવારે કામ ઉપર જતી પત્નીને શંકાસીલ પતિએ જાહેરમાં જ ચાકુના ઘા મારી જીવલેણ ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી પ્રમાણે વારસિયા રીંગ રોડ ઉપર કમલાપાર્ક સોસાયટીમાંરહેતી 25 વર્ષીય સેજલ ડાવર બેન્કર્સ હોસ્પિટલમાં નર્સ છે. તેની માતા રમીલાબેનને 15 દિવસ પૂર્વે હાથીખાના અનાજ માર્કેટમાં મજરૂ કામ શરૂ કર્યું હતું. સેજલના પિતા વિનોદ ડાવર શંકાશીલ સ્વભાવનો હોવાથી તેની માતા ઉપર વહેમ રાખતો હતો. જેનાથી તે બે વર્ષથી સાથે રહેતો ન હતો.

રવિવારે સવારે પતિએ તિક્ષ્ણ હથિયાર વડે રમીલાબેન ઉપર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત રમીલાબેનને તેમની પુત્રીને ફોન કરી જાણ કરતાં સેજલ તેની બહેન સાથે દોડી ગઇ હતી. રમિલાબેનને એમ્બ્યુલન્સ 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

આ પણ વાંચોઃ-'વિંટી અને લકી આપી દો': સામાજિક કાર્યકર ગુલાબ રાજપૂત ઉપર ખૂની હુમલો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી વિનોદે કરેલા હુમલામાં ડાબા હાથના પંજા પાસે બે તથા માથાના પાછળના ભઆગે એક ઘા વાગ્યો હતો. જેનાથી હાથના સ્નાયુ કપાઇ ગયા હતા. ગંભીર ઇજાને કારણે તેઓ બોલી શકતાં ન હતા.

સિટી પોલીસે સેજલની ફરિયાદના આધારે તેના આરોપી પિતા વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો.
First published: March 11, 2019
વધુ વાંચો अगली ख़बर