માટીના વાસણોમાં જમવાનું બનાવતા પહેલા અગત્યનું છે માટીના વાસણો ખરીદવા.
માટીના વાસણોમાં જમવાનું બનાવતા પહેલા અગત્યનું છે કે કયા પ્રકારના માટીના વાસણો ખરીદવા જોઈએ.માટીના વાસણ ખરીદતા સમયે એ જ ધ્યાન રાખવું કે માટીના વાસણની સપાટી ખરબચડી હોવી જોઈએ, પોલિશ કરેલી સપાટીવાળું વાસણ ખરીદવું અનિવાર્ય નથી.
Nidhi Dave, Vadodara: પહેલાના જમાનામાં લોકો માટીના વાસણોમાં જમવાનું બનાવતા હતા. પરંતુ આજના આધુનિક યુગમાં જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ લોકો માટીના વાસણોને ભૂલતા ગયા અને હવે એલ્યુમિનિ યમ, નોનસ્ટિક, કાચના વાસણોમાં ખાવાનું બનવા લાગ્યું છે. જે વૈજ્ઞાનિક રીતે ફાયદેમંદ નથી. સાથે સાથે જે કુંભારોની રોજી રોટી છે, જે કલાથી તેઓ માટીના વાસણો બનાવી રહ્યા છે એ પણ લુપ્ત થવા લાગી છે.
વડોદરા શહેરની પ્રણીતા ગુંદેચા, જેઓ માટીના વાસણો વાપરવા પર ભાર મૂકી રહ્યા છે અને લોકો પણ માટીના વાસણો વાપરે અને એમાં જમવાનું બનાવે એવો પ્રયાસ હાથ ધરી રહ્યા છે. જેને લઈને તેઓ ઘણા વર્કશોપ પણ યોજી રહ્યા છે. જેમાં તેઓ માટીના વાસણોનો ઉપયોગ કેવી રીતે કરવો અને એમાં જમવાનું કેવી રીતે સરળતાથી બનાવવું એ પણ શીખવાડી રહ્યા છે.
માટીના વાસણોમાં જમવાનું બનાવતા પહેલા અગત્યનું છે માટીના વાસણો ખરીદવા. કેવા પ્રકારની માટીના વાસણો ખરીદવા જોઈએ, વાસણો ખરીદતા સમયે કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ અને ખાસ ક્યાંથી આ પ્રકારના વાસણો ખરીદી શકાય છે આ તમામ બાબતો જાણવા જેવી છે.
વડોદરા શહેરનો કુંભારવાડો, જે માટીના વાસણો માટે ખૂબ જ જાણીતું સ્થળ છે. ત્યાં અલગ અલગ પ્રકારના માટીના વાસણો ઉપલબ્ધ છે. માટીના વાસણ ખરીદતા સમયે એ જ ધ્યાન રાખવું કે માટીના વાસણની સપાટી ખરબચડી હોવી જોઈએ, પોલિશ કરેલી સપાટીવાળું વાસણ ખરીદવું અનિવાર્ય નથી. તથા માટીના વાસણમાં ભલે થોડો સમય લાગે પણ આપણું રોજિંદા જીવનનું જમવાનું એમાં જ બનાવવું જોઈએ જેમકે, દાળ, ભાત, શાક, રોટલી.
માર્કેટમાં માટીના પ્રેસર કુકર પણ ઉપલબ્ધ છે. પરંતુ જે વાનગી પ્રેસર કુકરમાં બનાવીએ એના કરતાં માટીના વાસણમાં એની જાતે જ બને એમાં વધારે મીઠાશ હોય છે. અને માટીના વાસણનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થતા હોય છે, તાત્કાલિક નહિ પરંતુ લાંબેગાળે આના ફાયદા અનુભવાશે અને સ્વાસ્થ્ય પણ જળવાશે.