વડોદરા ગેંગરેપ : અમદાવાદ ક્રાઇમ બ્રાંચને આરોપીઓ સુધી પહોંચવામાં '8 સેકન્ડ' જ લાગી!

News18 Gujarati
Updated: December 9, 2019, 10:29 AM IST
વડોદરા ગેંગરેપ : અમદાવાદ ક્રાઇમ બ્રાંચને આરોપીઓ સુધી પહોંચવામાં '8 સેકન્ડ' જ લાગી!
વડોદરા ગેંગરેપ આરોપી.

વડોદરા પોલીસ સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તપાસમાં ઝંપલાવ્યું હતું.

  • Share this:
વડોદરા : 11 દિવસ બાદ આખરે નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યા છે. ત્યારે એવી વિગતો સામે આવી છે કે દુષ્કર્મ આચર્યા બાદ આરોપી જશો વનરાજ સોલંકી (ઉ.વ.21) અને કિશન કાળુભાઈ માથાસુરિયા( ઉ.વ.28) નવલખી મેદાનથી સાત કિલોમીટર ચાલીને વિશ્વામિત્રી બ્રિજ પહોંચ્યા હતા. અહીં રેલવે ફાટક પરથી રીક્ષા ભાડે કરીને બંને તરસાલી પહોંચી ગયા હતા. જે બાદમાં બંને કોઈ ઘટના બની જ ન હોય તેમ રહેતા હતા. બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને આરોપી સુધી પહોંચવામાં એક ફોન કોલ ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે.

આઠ સેકન્ડનો ફોન કોલ પોલીસ માટે કડી રૂપ બન્યો

આરોપીઓને પકડવા માટે એક આઠ સેકન્ડનો કોલ પોલીસ માટે ખૂબ મહત્વનો સાબિત થયો હતો. પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મોબાઇલ લોકેશનનો મહત્વનો રોલ રહ્યો છે. આરોપીઓએ દુષ્કર્મના ઘટનાસ્થળેથી માત્ર આઠ સેકન્ડ માટે એક ફોન કોલ કર્યો હતો. પોલીસે ટેક્નિકલ સર્વેના આધારે આ નંબર શોધી કાઢ્યો હતો. જે બાદમાં આ નંબરને ટ્રૂ કોલરથી તપાસતા તેમાં આરોપીનો ફોટો મળ્યો હતો. આ તસવીર પોલીસે જાહેર કરેલા સ્કેચ સાથે મળતી હોવાથી પોલીસને આરોપી સુધી પહોંચવામાં ખૂબ મદદ મળી હતી.

આ પણ વાંચો : વડોદરા ગેંગરેપ : આરોપી કિશન અને જશાએ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરી હોવાનો ખુલાસો

આરોપીઓ પીડિતાની ફિયાન્સની ચાવી સાથે લઈ ગયા હતા

બીજી તરફ આરોપીઓ પીડિતાના ફિયાન્સના એક્ટિવાની ચાવી પણ પોતાની સાથે લઈ ગયા હતા. પોલીસે આરોપીને ઉઠાવ્યો ત્યારે એક્ટિવાની ચાવી પણ તેની પાસેથી મળી આવી હતી. જે બાદમાં પોલીસને ખાતરી થઈ ગઈ હતી કે આરોપી દુષ્કર્મ કેસમાં સામેલ છે. જે બાદમાં પોલીસે થોડી કડકાઈથી તેની પૂછપરછ કરતા તેનો બીજો સાથીદાર પણ ઓળખાયો હતો.
પીડિતાની માતા.


પોલીસે પુરાવા એકત્ર કર્યાં

સામૂહિક દુષ્કર્મના કેસમાં આરોપીઓ સુધી પહોંચવામાં વડોદરા પોલીસ નિષ્ફળ રહી હતી. જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તપાસમાં જોડાઈ હતી. રવિવારે ધરપકડ બાદ વડોદરા ક્રાઇમ બ્રાંચ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પાસેથી બંને આરોપીનો કબ્જો મેળવ્યો હતો. જે બાદમાં બંનેને શહેરના છેવાડે આવેલા હરણી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. પોલીસે પીડિતાને ન્યાય અપાવવા માટે અન્ય પુરાવા એકઠા કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો : આ બંન્ને આરોપીઓ સામે કોર્ટમાં કેસ જ ન ચલાવો, સીધી સજા કરો : વડોદરા દુષ્કર્મ પીડિતાની માતા

આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે

આ કેસમાં હવે બંને આરોપીઓની તબીબી તપાસ કરવામાં આવશે. જે બાદમાં રિમાન્ડની માંગણી સાથે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ બાદ પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જશે અને ઘટનાક્રમ વિશે માહિતી મેળવશે. બીજી તરફ પીડિતાના પરિજનોએ વ્યથિત થઈને ન્યૂઝ18 ગુજરાતી સાથેને વાતચીતમાં આક્રોશ સાથે જણાવ્યું હતું કે, 'દુષ્કર્મીઓને ઝડપથી ફાંસીની સજા થવી જોઈએ. આખો પરિવાર યાતનાઓમાંથી પસાર થઈ રહ્યો છે.'
First published: December 9, 2019
વધુ વાંચો
अगली ख़बर