Home /News /madhya-gujarat /

વડોદરા: સમલૈંગિક સંબંધ બાંધતા સમયે યુવક અને સગીર નિર્માણાધીન બિલ્ડિંગ પરથી પડ્યા નીચે અને ...

વડોદરા: સમલૈંગિક સંબંધ બાંધતા સમયે યુવક અને સગીર નિર્માણાધીન બિલ્ડિંગ પરથી પડ્યા નીચે અને ...

પ્રતીકાત્મક તસવીર

તેઓ એ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સપાટી પર આવ્યું છે.

    વડોદરા: શહેરના (Vadodara) વારસિયા વિસ્તારની એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. 17 વર્ષના કિશોર દ્વારા 22 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું (homosexual relation) કૃત્ય કરાયાનું સામે આવ્યું છે. શહેરમાં રવિવારે વારસિયા વિસ્તારમાં નવા બંધાતા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી 17 વર્ષનો કિશોર અને 22 વર્ષનો યુવક (minor boy and man gay relation ) નીચે પટકાયા હતા.જેના કારણે બંને ઇજાગ્રસ્ત થયા હતા.

    ઇજાગ્રસ્ત યુવકને તેની માતાએ પૂછતા પહેલા શરૂઆતમાં આ આખી વાત છૂપાવી હતી. જે બાદ માતાને શક જતા વારંવાર યુવકને પૂછ્યું હતુ. જેથી તેણે જણાવ્યું હતું કે, 17 વર્ષનો મારો મિત્ર મારી સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરતો હતો. તે સમયે અમે એપાર્ટમેન્ટની પાળી તૂટી જતા નીચે પટકાયા હતા. આ સાંભળતા માતા અને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જે બાદ પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

    2 વર્ષથી સંબંધ હતા

    પહેલા સગીર અને યુવકના પરિવારો વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ સમાધાન વધારે દિવસો સુધી ન ચાલતા યુવકના પરિવારે વારસિયા પોલીસ મથકે આ અંગેની જાણ કરી હતી. પોલીસે યુવકના પરિવારની અરજી લઈ કિશોર સામે કાર્યવાહી હાથ ધરી છે.

    અમદાવાદ: 'મોમ એન્ડ ડેડ, મને ભણવામાં રસ નથી, હું પાછો નહીં આવું,' 60 હજાર લઇને સગીર થયો ગુમ

    પોલીસે આ કેસમાં ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, આ બંને વચ્ચે 2 વર્ષથી સમલૈંગિક સંબંધ હતો. તેઓ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. નવા જુવેનાઇલ કાયદા હેઠળ સગીરને જુવેનાઇલ જસ્ટિસ સામે રજૂ કરવા કાર્યવાહી હાથ ધરાશે. પોલીસે બંનેનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે.

    જો વેક્સીનેશન સર્ટીફિકેટમાં ભૂલ છે તો CoWin Portal પર જાતે જ સુધારી શકાય છે, એકદમ સરળ છે રીત

    અમદાવાદમાં એક યુવકે આપઘાત કર્યો હતો

    થોડા સમય પહેલા અમદાવાદમાં પણ સમલૈંગિક સંબંધનો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમા ઓઢવમાં રહેતા 24 વર્ષીય યુવકે આપઘાત કર્યો હતો. તે સમયે એક સ્યુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં તેણે એક શખ્સ કે જે તેનો સાથી કર્મી હતો તે તેને સેક્સ્યુલી હરેશમેન્ટ કરતો અને 'જાનુ જાનુ' બોલીને સેક્સ કરવા માટે ફોર્સ કરતો હતો. આ શખ્સ ગુપ્તભાગોએ ટચ કરીને હેરાન કરતો અને એટલુ જ નહી યુવકને બદનામ પણ કરી નાખ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આવી સુસાઈડ નોટ યુવકના પિતાને મળતા તેમણે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મુળ મધ્યપ્રદેશના અને હાલ ઓઢવમાં રહેતા 57 વર્ષીય આધેડ તેમના પત્ની અને બે દીકરા સાથે રહે છે. તેમનો 24 વર્ષીય પુત્ર ગાંધીનગર ખાતે નોકરી કરતો હતો. છેલ્લા ઘણા સમયથી આ યુવક હતાશ રહેતો અને ટેનશનમાં રહેતો તો સાથે સાથે તે બરાબર જમતો પણ ન હતો. જેથી કંપનીના કોઈ વ્યક્તિએ તેના પરિવારજનોને આરામ કરાવવા કહ્યું હતું. જે બાદ યુવકે ઘરે ગળેફાંસો ખાધો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gay, Minor, ગુજરાત, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन