વડોદરા: બાળકના વિકાસ માટે તેને માતાના ધાવણ સાથે પૂરક ખોરાક આપવું જરુરી હોય છે. જે બજારોમાં રેડી ટુ ઈટ (Ready to eat) ફોર્મમાં મળે છે. પરંતુ મધ્યમવર્ગીય (Middle class) લોકો માટે તે ઘણીવાર ખર્ચાળ સાબિત થાય છે. તથા ઘણા લોકોને પોસાતું પણ નથી. તો એવામાં શહેરની હોમ સાયન્સની વિદ્યાર્થિની (Home science student) શ્રેયા ગોખલેએ પોતાના અભ્યાસના ભાગરુપે ન્યુટ્રીશન્સથી ભરપૂર અને બજારમાં મળતાં પ્રોડક્ટની તુલનમાં સસ્તું ઈન્સટન્ટ પ્રિમિક્સ બેબીફુડ (Baby Food) તૈયાર કર્યુંછે. જેનાથી તમારા બાળકોને પોષણ મળી રહેશે.
શ્રેયા ગોખલે એ જણાવ્યું કે, સામાન્ય રીતે બાળકને 6 મહિના સુધી માતાનું ધાવણ જ ખોરાક તરીકે આપવામાં આવે છે. જેમાંથી તેને પૂરતું પોષણ મળી રહે છે. પરંતુ 6 મહિના બાદ તેને પૂરતાં પ્રમાણમાં પોષકતત્વો મળેતે માટે ઉપરનો ખોરાક આપવો આવશ્યક છે. બજારોમાં પૂરક ખોરાક અટલે કે બેબીફુડના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ લાંબો સમય સુધી બગડે નહીં, તે માટે તેમાં અમુક પ્રેઝર્વેટિવ્સ એડ કરાય છે. જે બાળકના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તેણે જણાવ્યું કેતેઓએએવું પ્રોડક્ટ તૈયાર કર્યું છે, જેનાથી બાળકને પ્રોટીન, કેલ્શિયમ, એમિનો એસિડ ઝીંક સહિત જરુરી પોષક તત્વો મળી રહે છે. મેં આ રિસર્ચ સરદાર પટેલ યુનિવર્સિટીના પી.જી.ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ વિભાગના હેડ ડૉ. વિનાયક પટેલના માર્ગદર્શન હેઠળ કર્યું છે.
નાના બાળક માટે ઇંડુ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. પરંતુ શાકાહારી લોકો તેના વિકલ્પરુપે કઠોળ અને ધાન્યમાંથી પ્રોટીન મેળવે છે. મેં તારણ મેળવ્યું છે કે, સોયાબીન કે અન્ય વનસ્પતિજન્ય પ્રોટીનમાં શરીરને જોઇતા દરેક પ્રકારના એમીનો એસિડની મળી રહેતાં નથી. આ ઉણપને ઓછી કરવા બાળકના ખોરાકમાં વિવિધ ધાન્ય અને કઠોળ મિક્સ કરવા ખૂબ જરુરી છે. શ્રેયાએ જાણાવ્યું હતું કે તેણીએરાજગરા અને ફણગાવેલા મગને તાપમા સૂકવી તેને કઢાઈમાં શેકી લીધા હતા. ત્યારબાદ તેને પીસી લઈ તેમાં દળેલી ખાંડ, મિલ્ક પાવડર અને કોકો પાવડર મિલાવ્યો હતો. તેઓએ આમાં કોઈપણ પ્રકારના પ્રેઝર્વેટિવ્સ મિલાવ્યા નથી. છતાં તેને ચાળીને હવાચુસ્ત ડબ્બામાં ભરી લેવાથી તે 6 મહિના સુધી બગડતું નથી, તેવું વિદ્યાર્થિની શ્રેયા ગોખલેએ જણાવ્યું હતું.
બાળકનું પેટ આઈન્સ્ટન્ટ પ્રીમિક્સ પાવડરથીભરાએલું રહે છે.:ભૂમિબેન,પાવડનનો ઉપયોગ કરનાર
હોમ મેડપોષણયુક્ત ઈન્સ્ટન્ટ પ્રીમિક્સ પાવડરનો ઉપયોગ કરનાર ભૂમિબેને જણાવ્યું હતું કે, તેઓ તેમના 11 મહિનાના બાળકને છેલ્લા 5 મહિનાથી આ પાવડરનો રાબ બનાવીને ખવડાવે છે. તેઓના બાળકનું પેટ આઈન્સ્ટન્ટ પ્રીમિક્સ પાવડરથીભરાએલું રહે છે.અને એ હાલમાં સ્વસ્થ્ય પણ છે. જેથી તેઓ આ રાબ આગળ પણ બાળકને ખવડાવતા રહેશે, એવું જણાવ્યું હતું.