Home /News /madhya-gujarat /

વડોદરાઃ 'પપ્પા-મમ્મી માફ કરજો,' ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરનો આપઘાત

વડોદરાઃ 'પપ્પા-મમ્મી માફ કરજો,' ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરનો આપઘાત

હિતેશ પરમાર

    ફરિદખાન પઠાણ, વડોદરા

    ગુજરાતી ફિલ્મ 'સ્માઇલ કિલર'ના 24 વર્ષીય યુવા ડિરેક્ટર હિતેશ મહેન્દ્ર પરમારે સોમવારે સાંજે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવક પાસેથી મળેલી સુસાઇડ નોટનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે તેણે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. સુસાઇડ નોટના જણાવ્યા પ્રમાણે ઉસ્માન નામનો શખ્સ તેને વ્યાજ માટે ત્રાસ આપતો હતો. આ અંગે વરણામા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

    ચાર મહિના પહેલા જ થયા હતા લગ્ન

    ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેનાર હિતેશના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. સોમવારે આપઘાત કરતા પહેલા તે પત્નીને પિયર મૂકી આવ્યો હતો. બાદમાં સાડીનો ફાંસો બનાવી લટકી ગયો હતો. ધનીયાવી નવીનગરીમાં રહેતો હિતેશ ગુજરાતી ફિલ્મોમાં જુનિયર આર્ટિસ્ટ સપ્લાય કરવાનું તેમજ માર્કેટિંગનું કામ કરતો હતો. હિતેશે 'સ્માઇલ કિલર' નામની ગુજરાતી ફિલ્મનું ડિરેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં હિરોની ભૂમિકા પણ તેણે જ નિભાવી હતી.

    વ્યાજખોરના ત્રાસથી આપઘાત

    હિતેશે સુસાઈટ નોટમાં લખ્યું છે કે તેણે વ્યાજખોર ઉસ્માનને રૂ. 2.50 લાખ આપી દીધા હોવા છતાં તે પૈસાની ઉઘરાણી કરી રહ્યો હતો. આથી કંટાણીને તે આપઘાત કરી રહ્યો છે.

    હિતેશે લખેલી સુસાઇડ નોટ

    "Sorry, પપ્પા અને મમ્મી મને માફ કરજો. હું કંટાળી ગયો હતો આ જીવનથી. પ્રિયંકા મને માફ કરજે બકા આમા તારો કોઇ દોષ નથી. હું પોતે આ પગલું ઉઠાવું છું મારી રાજીખુશીથી. ઉસ્માનભાઇ પટેલ (ઉસ્માન બોંગ)આ માણસને મેં 2 વર્ષથી પૈસા આપી આપીને કંટાળી ગયો છું. બે વખત ઘરે બબાલ પણ કરી ચૂક્યો છે અને એ આજે ફરી બબાલ કરત. એ વ્યાજના પૈસા માગ માગ કરે જ્યારે મે એને કેટલા પૈસા આપી ચૂક્યો છું છતાં મને એ મા-બેન સામેની ગાળો બોલે છે અને ધમકી આપ્યા કરે છે. એની પાસે મારા ચેક છે એટલે ધમકી આપે છે."

    'પ્રિયંકા તું બીજા લગ્ન કરી લેજે'

    "મેં અત્યાર સુધી તેને 2.5 લાખ રૂપિયા વ્યાજ આપી ચૂક્યો છું. થોડા દિવસ પેલ્લા જ મેં એને 25000 આપ્યા અને પછી 20000 આપ્પા 45000 રૂપિયા તો પણ માંગ માંગ કરે છે. પપ્પા કોઇ કાનૂન-કાયદામાં નથી કે છોકરાનું દેવું પપ્પા ચૂકવે તો તમે કોઇને પણ એકપણ રૂપિયો આપતા ના અને બધા જ જુઠ્ઠા છે. હેરાન કરે ધમકી આપે કે તારી સાસરીમાં ઇજ્જત કાઢી નાખીશું તારી, એટલે આ પગલું ઉઠાવું છું. ઉસ્માનકાકાા જો મને ફરી જન્મ મલ્યો તો તમને હું નઇ છોડું. love u Pappa And Mom, love u Priyanka, love u vedinshree sorry priya મને માફ કરજે મારી મમ્મી પપ્પાની જવાબદારી હવે તારી પ્રિયંકા તું બીજા લગ્ન કરી લેજે. ફોઇ મને માફ કરજો, જીજાજી મને માફ કરજો, પપ્પા અને મમ્મીને સચાવજો."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Director, Gujarati movie, Priyanka, આત્મહત્યા, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन