Home /News /madhya-gujarat /કેમ થઇ રહી છે પાવાગઢ ડુંગરની સુંદરતા નષ્ટ, જુઓ ત્યાંની પરિસ્થિતિ

કેમ થઇ રહી છે પાવાગઢ ડુંગરની સુંદરતા નષ્ટ, જુઓ ત્યાંની પરિસ્થિતિ

અધિકૃત વ્યક્તિ ને પૂછતાં " લેખિતમાં માંગશો તો બધી માહિતી મળશે" એમ કહી હાલ પૂરતો

ક્વોરી ઉદ્યોગના આ વ્યવહારોના વહીવટમાં સંલગ્ન તમામ વહીવટી સત્તાધીશો ની કચેરીઓ સદંતર મૌન છે. અને નૂરુપુરા ખાતે થી જે પ્રમાણે ક્વોરી ઉદ્યોગો ધમધમી રહ્યા છે આ પ્લાસ્ટિકના પ્રચંડ ધડાકાઓના આફ્ટર શોક માં ક્યાંક માતાજીના મંદિર પરિસર અને ઐતિહાસિક સ્મારકોની ઇમારતોને પણ ભારે નુકશાન થઇ રહ્યું હોવાની હૈયા વરાળો મા સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે.

વધુ જુઓ ...
ગોધરા: ઐતિહાસિક અમુલ્ય વારસાની સંસ્કૃતિ ધરાવતું યાત્રાધામ પાવાગઢ કે જે રક્ષિત ગણવામાં આવે છે. આ પાવાગઢ ડુંગર ગોપીપુરા ગ્રામ પંચાયત ના નૂરુપૂરા ખાતેથી એકદમ નયનરમ્ય ભાસે છે. આ પાવાગઢ ડુંગર ને અડી ને આવેલ ક્વોરી ઉદ્યોગના વ્યવહારોના વહીવટમાં બ્લાસ્ટીન્ગ સાથે એવી રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષોમાં નયનરમ્ય પાવાગઢ ડુંગર કદરૂપો તો બની ગયો છે તથા આ ખોદકામમાં નષ્ટ પણ થઈ જશે.તેમાં પાવાગઢ ડુંગર નો જંગલ વિસ્તાર અત્યારે સર્વનાશ ના આરે આવીને ઊભો હોય એમ પાવાગઢ ડુંગર સાથે સંકળાયેલ હારમાળાઓ ને બ્લાસ્ટીન્ગ ના સહારે તોડવામાં આવી રહી છે. ક્વોરી ઉદ્યોગના હિટાચી મશીનો પાવાગઢ ડુંગરની સુંદરતાને કોત્રી રહ્યા છે.

આ નજરે જોતા દ્રશ્યોમાં કહેવાય છે કે ક્વોરી ઉદ્યોગના આ વ્યવહારોના વહીવટમાં સંલગ્ન તમામ વહીવટી સત્તાધીશો ની કચેરીઓ સદંતર મૌન છે. અને નૂરુપુરા ખાતે થી જે પ્રમાણે ક્વોરી ઉદ્યોગો ધમધમી રહ્યા છે આ પ્લાસ્ટિકના પ્રચંડ ધડાકાઓના આફ્ટર શોક માં ક્યાંક માતાજીના મંદિર પરિસર અને ઐતિહાસિક સ્મારકોની ઇમારતોને પણ ભારે નુકશાન થઇ રહ્યું હોવાની હૈયા વરાળો મા સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે. જેનો એક કિસ્સો આ ચોમાસામાં આપણને જોવા મળ્યો જ્યારે પાવાગઢ પરિસરની એક દિવાલ વરસાદમાં સરી પડી.

ઐતિહાસિક ધરોહર ની સંસ્કૃતિ થી છલકાતા યાત્રાધામ પાવાગઢ ડુંગર રક્ષિત વિસ્તાર માં ગણવામાં આવે છે, હા પાવાગઢ ડુંગરની એક સરહદ ગોપીપુરા ગ્રામ પંચાયત ના નૂરુપુરા ગામને અડીને છે. ત્યાં આવેલ ક્વોરી ઉદ્યોગ ના સંચાલકો દ્વારા બ્લાસ્ટીન્ગ ધડાકાઓ સાથે કરેલા mines ના ખોદકામમાં રક્ષિત એવા પાવાગઢ ડુંગર ની બિલકુલ સલામતી દેખાઈ રહી નથી અને આગામી સમયમાં પાવાગઢ ડુંગર ની હારમાળા ઓ સદંતર નષ્ટ થઈ જાય એવા ભયભીત સંકેતો દેખાઈ રહ્યા છે !! એમાં પાવાગઢ ડુંગરના જંગલ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. કહેવાય છે કે ગોપીપુરા ગ્રામ પંચાયતની ગૌચર જમીનો ના સહારે શરૂ થયેલા આ ક્વોરી ઉદ્યોગ પૈકી નૂરુપુરા વિસ્તારની આ ક્વોરી લીઝો ની મુદતો પૂર્ણ થઇ ગઇ હોવા છતાં પણ ગોધરા સ્થિત ખાણ ખનીજ કચેરીના સત્તાધીશોની રહેમ નજરો હેઠળ ઓનલાઇન રોયલ્ટી પાસો પણ સડસડાટ નીકળ્યા કરે છે !! ટૂંકમાં નૂરુપૂરા વિસ્તારમાં ક્વોરી ઉદ્યોગના વ્યવહારોના વહીવટથી ચાલતા આ ખોદકામોમાં પાવાગઢ ડુંગર ની સુંદરતાઓ નષ્ટ થવાના આરે છે. !!
First published:

Tags: Geology and mines, Pavagadh, Quarry industry, ગોધરા