વડોદરાના વાઘોડિયામાં હીટ એન્ડ રન, બાઇક સવાર બેના મોત

News18 Gujarati
Updated: January 28, 2019, 7:31 AM IST
વડોદરાના વાઘોડિયામાં હીટ એન્ડ રન, બાઇક સવાર બેના મોત
વાઘોડિયાના પાદરીયાપુરા ગામ પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી

પાદરીયાપુરા ગામ પાસેથી પુરપાટ ઝડપે પસાર થતાં એક અજાણ્યા વાહનચાલકે બે બાઇક સવારને અડફેટે લીધા હતા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રવિવારે વાઘોડિયાના પાદરીયાપુરા ગામ પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે પોલીસે ગુનો નોંધી વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

પાદરીયાપુરા ગામ પાસેથી પુરપાટ ઝડપે પસાર થતાં એક અજાણ્યા વાહનચાલકે બે બાઇક સવારને અડફેટે લીધા હતા. જ્યારે બાઇક પર સવાર બન્નેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જનાર વાહનચાલક ગાડી લઇને ફરાર થઇ ગયો હતો.

ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: વૈષ્ણોદેવી નજીક ગુજરાત બસને અકસ્માત, બે ગુજરાતીના મોત, 24 ઈજાગ્રસ્ત

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દીવસમાં વાઘોડિયા તાલુકામાં અજાણ્યા વાહનની અડફેટે ત્રણ લોકોના નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

 
First published: January 27, 2019
વધુ વાંચો
अगली ख़बर