વડોદરા: શહેરમાં આજ રોજ માગશર સુદ પૂનમના દિવસે દત્ત જયંતિ નિમિતે ઐતિહાસિક દત્ત મંદિરોમાં દત્ત બાવતીના પાઠ કરવામાં આવ્યા તથા ભજન કિર્તનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. શહેરના 110 વર્ષ જૂનું દત્ત મંદિર જે સયાજીગંજ વિસ્તારમાં આવેલ છે. આ મંદિરે દરરોજે 150 જેટલા ગરીબ પરિવારોને જમાડવામાં આવે છે.
શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે દત્ત જયંતિ ઉજવવામાં આવી. શ્રી કુબેરેશ્વર મંદિર એટલે કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે. આ કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા. તેથી આ મંદિરને કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયેલ છે. આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે અને 1933માં ફરીથી બનાવવામાં આવ્યું હતું.
કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ભક્તોની માનતા પુરી થતી હોય છે. ગુરુ નબળો હોય કે ના હોય પરંતુ જો ગુરુને દાન કરવામાં આવે, એમાં ચણાની દાળ, ગોળ, પીળા ફૂલ, પીળા વસ્ત્ર, ધાતુમાં સોનુ દત્તાત્રેય ભગવાનને ચડાવવાથી ગુરુ ગ્રહ શક્તિશાળી બને છે. તથા ઔદુમ્બર વૃક્ષની પ્રદક્ષિણા ફરવાથી પણ ગુરુ દોષમાંથી મુક્તિ મળતી હોય છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર