'બુકવાલા ભૈયા'ના પુસ્તકો પૂરમાં તણાયા, સંસ્કારી વડોદરા વ્હારે આવ્યું

News18 Gujarati
Updated: August 7, 2019, 12:07 PM IST
'બુકવાલા ભૈયા'ના પુસ્તકો પૂરમાં તણાયા, સંસ્કારી વડોદરા વ્હારે આવ્યું
વડોદરાના પૂરમાં પ્રદિપ અગ્રવાલના 1000 કરતાં વધુ પુસ્તકો તણાયા હતા.

વડોદરા શહેરની દિલેરી, શહેરના ફતેગંજ ફુવારા પાસે લારી પર પુસ્તકો વેચતા પ્રદિપ અગ્રવાલને લોકોના ફાળામાંથી 30,000 રૂપિયાની મદદ કરાઈ

  • Share this:

જય મિશ્રા, અમદાવાદ : વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા બાદ લોકોનું લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલો આવી રહ્યાં છે. સંસ્કારી નગરીને પૂરના પાણીએ 36 કલાક ધમરોળતા અનેક લોકોનું સર્વસ્વ લુંટાઈ ગયું છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં ફુંવારા સામે રોડ પર બાકડો રાખી પુસ્તકો વેચનાર પ્રદિપ અગ્રવાલ પણ આમાના એક છે.


પ્રદિપ વડોદરામાં 'બુકવાલા ભૈયા'ના નામથી જાણીતા છે અને રાહત દરે પુસ્તકો વેચે છે. એટલું નહીં પણ જો કોઇ વ્યક્તિ પુસ્તક ન ખરીદી શકે તો તેમને પુસ્તકો ભાડે પણ આપે છે. તાજેતરમાં આવેલા પૂરના પાણીમાં પ્રદિપના 1000 કરતાં વધારે પુસ્તકો તણાઈ ગયા અને તેના પર જાણે આભ ફાટ્યું. જોકે, સંસ્કારી નગરી વડોદરા તેની વ્હારે આવ્યું અને ઓનલાઉન ક્રાઉડ ફન્ડિંગ કરી તેના માટે ફાળો કર્યો. વડોદર શહેર અને બહારથી એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવતાં અનેક યુવાનો જેમના પુસ્તકો વાંચીને મોટા થયા હોય એવા 'બુકવાલા ભૈયા' માટે મદદ કરવા આગલ આવ્યાં.
આ પણ વાંચો :  સારા વરસાદથી ખેડૂતોમાં હરખની હેલી; રાજ્યમાં 75 ટકા વાવણી પૂરી

મહત્વની વાત એ છે કે, થોડા ક જ દિવસમાં તેમના માટે રૂપિયા 30,000 એકઠા થયા અને તાત્કાલિક ધોરણે પ્રદિપ અગ્રવાલને મદદ કરવામાં આવી. પ્રદિપ છેલ્લા 12 વર્ષથી ફતેગંજમાં પુસ્તકો વેચે છે. જ્યારે 31મી જુલાઇએ પૂરના પાણી ફરી વળ્યા ત્યારે પ્રદિપની લારી 4 ફૂટ પાણીમાં હતી. પાણીના ધસમસતા વહેણમાં તેનું સર્વસ્વ લુંટાઈ ગયું હતું.


એમ.એસ.યુનિવર્સિટીમાં ભણેલા અનેક લોકોએ પ્રદિપના પુસ્તકો ભાડે લઈને વાંચ્યા છે. પુરગ્રસ્તોની સહાય માટે આવેલા રૂપિયા 2,24,816ના  ભંડોળમાંથી પ્રદિપ અગ્રવાલને રૂપિયા 30,000નો ચેક આપવામાં આવ્યો.. શરૂઆતમાં પ્રદિપે આ ચેક સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જોકે, તેમને સમજાવાતા તેણે આ સહાય સ્વીકારી.
Loading...

આ પણ વાંચો :  સમગ્ર ગુજરાતમાં 8થી 10 તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી
પ્રદિપ અગ્રવાલ ફતેગંજ વિસ્તારમાં 12 વર્ષથી ફુટપાથ પર પુસ્તકો વેચે છે.


પ્રદિપ અગ્રવાલે કહ્યું, લોકો મારા પ્રત્યે કેટલી લાગણી ધરાવે તે મને આજે ખબર પડી. આ પૂરમાં મેં જે ગુમાવ્યું તેનો મને અંદાજ હતો પરંતુ લોકો મને કેટલો ચાહે છે, મારે પ્રત્યે લોકોને કેટલીક લાગણી છે તેનો મને આજે અંદાજ  આવ્યો છે. મને મદદ કરનાર વડોદરાના તમામ લોકો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનિઓનો હું આભારી છું,”

પુસ્તકો ડોનેટ કરવા પણ હોડ લાગી

પ્રદિપ અગ્રવાલની લારીના અનેક પુસ્તકો પાણીમાં પલળી જતા નુકશાન થયું છે.

વડોદરાની બે વિદ્યાર્થીનીઓ પૂર્વા જોષી અને શ્રીયલ શાહે પ્રદિપ માટે પુસ્તક ડોનેશન અભિયાન શરૂ કર્યુ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ પ્રદિપ અગ્રવાલને આર્થિક સહાયતાની સાથે પુસ્તકો આપવા માટે પણ પહેલ કરવામાં આવી છે. લોકો ફેસબુક પર પૂછી રહ્યાં છે કે પ્રદિપ અગ્રવાલને કેવી રીતે મદદ કરી શકાય અને ક્યાં સરનામે તેને પુસ્તકો મોકલી શકાય. આ લારી પરથી ભાડે પુસ્તકો મળતા હોવાથી જૂના પુસ્તકો પણ તેના માટે ઉપયોગી સાબીત થઈ શકે તેમ છે.


આ પણ વાંચો : 70 મિનિટ સુધી સુષમાને બચાવવાનો પ્રયાસ, નિધન બાદ ડોક્ટરો રડી પડ્યાં હતાં


ડોનેટ કરવા માટે અહીં સંપર્ક કરો 

જે લોકો પ્રદિપ અગ્રવાલને પુસ્તકો આપવા માંગતો હોય તે લોકો ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના સ્કલ્પચર વિભાગમાં માસ્ટર્સના અંતિમ વર્ષના સ્ટુડિયોમાં પહોંચી અને પૂર્વા અને શ્રીયલનો સંપર્ક કરી પુસ્તકો આપી શકે છે.

First published: August 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...