Home /News /madhya-gujarat /Vadodara: મોચી સમાજમાં જાગૃતિ લાવવા આવું આયોજન કરાયું, નવદંપતીઓને આ વસ્તુઓ કરિયાવરમાં આપી
Vadodara: મોચી સમાજમાં જાગૃતિ લાવવા આવું આયોજન કરાયું, નવદંપતીઓને આ વસ્તુઓ કરિયાવરમાં આપી
કન્યાદાનમાં વાહન ચલાવતી વખતે સેફટીને ધ્યાનમાં રાખીને “હેલ્મેટ” પણ આપવામાં આવ્યું
વડોદરામાં મોચી સમાજનાં સમૂહ લગ્ન યોજાયા હતાં. જેમાં દીકરીઓને 200થી વધુ વસ્તુઓ આપવામાં આવી હતી.તેમજ દીકરીઓને હેલ્મેટ આપવામાં આવ્યાં હતાં. માર્ગ અકસ્માતમાં સુરક્ષા પ્રદાન થાય તે માટે હેલ્મેટ આપવામાં આવ્યાં હતાં.
Nidhi Dave, Vadodara: વડોદરામાં સંત શીરોમણી લાલાબાપા અને અનાદી મહામુક્ત જાગાસ્વામીની પ્રેરણાથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા MECTV દ્વારા સમાજના દીકરા-દીકરીઓ માટે સમૂહલગ્ન સમારોહ, પસંદગી મેળા અને બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંદાજીત 5000 થી વધુ મહેમાનો પધાર્યા હતા.
સમુહલગ્નનું પણ ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. લગ્નમાં ભાગ લેનાર દંપતીઓને કન્યાદાનમાં આશરે 200 થી પણ વધુ વસ્તુઓ આપવામાં આવી હતી. કન્યાદાનમાં વાહન ચલાવતી વખતે સેફટીને ધ્યાનમાં રાખીને હેલ્મેટ પણ આપવામાં આવ્યાં હતાં. સમુહલગ્ન જરૂરિયાતમંદોના પરિવાર ઉપર લગ્નનો ખર્ચો ઓછો કરી શકે તે હેતુથી ખુબ જ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. સમૂહલગ્નમાં લગ્ન કરનાર દીકરા-દીકરીઓને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મોકલેલ શુભેચ્છા પત્ર આપવામાં આવ્યો હતો.
પસંદગી મેળામાં 1225થી વધુ દિકરા-દીકરીઓએ ફોર્મ ભર્યા હતાં
પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પસંદગી મેળામાં પણ ઘણાં દીકરા-દીકરીઓ અને તેમના પરિવારના સભ્યો પધાર્યા હતા. પસંદગી મેળામાં કુલ 1225થી વધુ દીકરા-દીકરીઓએ ફોર્મ ભરેલ છે. બાયોડેટા સાથેની બુકનું વિમોચન પ્રખ્યાત ફિલ્મ લેખક કેશવભાઈ રાઠોડના હસ્તે તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન આ જ દિવસે કરવામાં આવ્યું છે. જેમાં સમાજના ઘણા બધા પરિવારોના સભ્યો બલ્ડ ડોનેશનમાં ભાગ લીધો હતો. કાર્યક્રમોમાં અંગદાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાય તે અંગેના કાર્યક્રમનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ સમાજના દરેક પરિવારોને જાણકારી પ્રાપ્ત થાય અને અંગદાન કરવા માટે પ્રેરણા મળી હતી.
વર્ષ દમિયાન વિવિધ કાર્યક્રમ કરવામાં આવે
સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં શૈક્ષણિક ક્ષેત્રે સરસ્વતી સન્માન સમારોહ, ફૂલસ્કેપ ચોપડા વિતરણ, શૈક્ષણિક શિષ્યવૃત્તિ વિતરણ, ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે કેરિયર માર્ગદર્શન સેમીનાર, ઓનલાઈન IAS બનવા માટેનું માર્ગદર્શન, નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, ધાર્મિક ક્ષેત્રે સમાજના સંતોની જન્મજયંતી ઉજવણી,
સામાજિક ક્ષેત્રે સમૂહલગ્ન, જીવનસાથી પસંદગી મેળો, યોગા શિબિર, કોરોનાના લોકડાઉન દરમિયાન અનાજ કીટ વિતરણ, શિયાળામાં ગરમ ધાબળા વિતરણ, વૃક્ષારોપણ, પ્રવાસ, આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે સમુહમાં રાષ્ટ્રગાન, સફાઈ સેવકોનું મૂલ્યાંકન, શરદપૂર્ણિમા ઉત્સવ નિમિતે ગરબા હરીફાઈ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.