વડોદરાના નીચા વિસ્તારોમાં પાણી નીકાલ માટે અધિકારીઓ ખડેપગે છેઃ મેયર

News18 Gujarati
Updated: July 31, 2019, 6:24 PM IST
વડોદરાના નીચા વિસ્તારોમાં પાણી નીકાલ માટે અધિકારીઓ ખડેપગે છેઃ મેયર
કંટ્રોલ રૂમમાં વડોદરા શહેર મેયરની તસવીર

વરસાદ અંગે વડોદરા શહેરના મેયર જિગીશા શેઠે જણાવ્યું હતું. બપોરે 12 વાગ્યાથી સાંજના પાંચ છ વાગ્યા સુધીમાં વડોદરા શહેરમાં આશરે 10 ઇંચ વરસાદ વરસ્યો છે.

  • Share this:
ફરિદ ખાન, વડોદરાઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે બપોરે 12 વાગ્યાથી જ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આશરે 90 ટકા શહેર વરસાદી પાણી ભરાયા છે. તો વડોદરા શહેરના મેયર જિગીશા શેઠ પણ કંટ્રોલ રૂમમાં વરસાદી માહોલની તાગ મેળવવા માટે પહોંચ્યા હતા. જ્યાં સાથે સાથે ન્યૂઝ18ગુજરાતી પણ કંટ્રોલ રૂપમમાં પહોંચ્યું હતું.

વરસાદ અંગે વડોદરા શહેરના મેયર જિગીશા શેઠે જણાવ્યું હતું. બપોરે 12 વાગ્યાથી સાંજના પાંચ છ વાગ્યા સુધીમાં વડોદરા શહેરમાં આશરે 10 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારબાદ વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ જોયું હતું. એક સાથે આટલો વરસાદ પડે ત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. દાંડીયા બજારમાં હંમેશા પાણી ભરાય છે. પશ્વિમ ઝોનમાં ઘણી જગ્યાએ પાણી ભરાયા છે.

ઇશ્કોન મંદિર અને મનિષા પાર્ક જેવા વિસ્તારોમાં પાણી ઓછા થયા છે. બાકી નીચાણવાળા વિસ્તારોમાં ત્રણ ચાર ઇંચ વરસાદમાં પણ પાણી ભરાય તો 10 ઇંચ વરસાદમાં પાણી તો ભરાય જ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્થળાંતર ઉપર કોઇની હજી કોઇ વાત આવી નથી. જોકે, પરિસ્થિતિ બેકાબુ બને તો નજીકની સ્કૂલો અને ઊંચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરતા હોઇએ છીએ.

મેયરે જણાવ્યું હતું કે, અત્યારે મનપાના અધિકારીઓ અને ઇજનેરો ફિલ્ડમાં છે. અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નીકાલ કરવા માટે કામચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 35 ઝાડ પડ્યા છે અને કોઇજાન હાની થઇ નથી.
First published: July 31, 2019, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading