Home /News /madhya-gujarat /

ગુલાબ વાવાઝોડાની અસર: વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ, આગામી 2 દિવસ તંત્રને એલર્ટ રહેવા આદેશ

ગુલાબ વાવાઝોડાની અસર: વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ, આગામી 2 દિવસ તંત્રને એલર્ટ રહેવા આદેશ

શહેરમાં

શહેરમાં સાડા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો

વઢવાણા સિંચાઈ તળાવની જળ સપાટી 54.88 મીટરે પહોંચી ગઇ છે. તથા આજવા સરોવરની સપાટી 212 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તેમજ હજુ પણ વ

    વડોદરા: જૂન-જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં રિસાયેલા મેઘરાજાએ સપ્ટેમ્બર મહિનામાં જોરદાર રમઝટ જમાવી છે. સપ્ટેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છતાં પણ ભારે વરસાદ(Heavy rain)ના કારણે ચોમાસાની ઋતુ (Monsoon season)એ જમાવટ કરી છે. ગુલાબ વાવાઝોડાની અસર હેઠળ લો-પ્રેશર સિસ્ટમ  (Low-pressure system) સર્જાતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેર (Vadodara City )જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદી ઝાપટાંના પગલે ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે.

    શહેરમાં મંગળવારે દિવસ દરમિયાન સાડા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના નીચાળવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. તે પછી સાંજે 7 વાગ્યા બાદ ભારે પવનની સાથે વરસાદે ધમધમાટી બોલાવી હતી.

    બપોરે 1 કલાકમાં જ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી પડ્યો હતો, જેના કારણે શહેરના નીચાળવાળા વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. શહેરના હાર્દ સમા માંડવી, રાવપુરા, નવા બજાર, દાંડિયા બજાર, સુભાનપુરા, અલકાપુરી, સન ફાર્મા રોડ, માંજલપુર, લાલબાગ, વાઘોડિયા રોડ, છાણી રામા કાકાની ડેરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

    હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરાતાં કલેક્ટરે તંત્રને સાબદું રહેવા સૂચના આપી છે. તમામ સંબંધિત વિભાગને સાવચેતીનાં જરૂરી પગલાં લઇ સાવધ રહેવા જણાવવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: સુરત: ઉકાઇ ડેમમાંથી 1,90,000 કયુસેક પાણી તાપી નદીમાં છોડ્યું, તંત્રની ચિંતા વધી

    વડોદરા શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ જામ્યું છે. ડભોઇ પાસે આવેલા વઢવાણા સિંચાઈ તળાવની જળ સપાટી 54.88 મીટરે પહોંચી ગઇ છે. તથા આજવા સરોવરની સપાટી 212 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે તેમજ હજુ પણ વરસાદ અવિરત રહેતા આજવા સરોવર ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે. આજવા સરોવરની સપાટી 213 ફૂટે પહોંચ્યા બાદ સરોવરના 62 દરવાજા ખોલી પાણી છોડવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. હાલમાં વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટ હોવાના કારણે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર છે....
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Heavy rainfall, Thunderstorm, Water-logging

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन