liveLIVE NOW

આજવા ડેમનાં 65 દરવાજા ખોલાયા, વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધી

  • News18 Gujarati
  • | August 01, 2019, 15:41 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 YEARS AGO
    15:35 (IST)

    આજવા ડેમનાં 65 દરવાજા ખુલ્યાં છે જુઓ તેનો કેવો છે નજારો. 

    14:9 (IST)
      આજવા સરોવર ડેમનાં 65 દરવાજા ખોલવામાં આવ્યાં. 212.50 ફૂટ વટાવ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરોવરમાં પાણીની આવક વધી રહી છે. વિશ્વામિત્રી નદીમાં પાણીમાં પણ વધારો થઇ રહ્યો છે. પહેલા જ વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. ત્યારે અહીં વધારે પાણી આવતા સ્થિતિ ભયજનક બની શકે છે. 

    13:54 (IST)
      બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ફસાયેલા અનેક લોકોને આર્મીનાં જવાનો મદદ કરી રહ્યાં છે. હાલ અનેક બસ અને ટ્રેન કેન્સલ થયા હોવાને કારણે પ્રવાસીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ફસાયેલા લોકોને આર્મી પોતાના ટ્રકમાં બેસાડીને સ્થળાંતર કરી રહ્યાં હતાં. 

    13:36 (IST)
      રાજ્યમાં વરસી રહેલા વરસાદના પગલે વડોદરા શહેરમાં પૂરની સ્થિતી સર્જાઈ છે. વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ધૂસી જવાના પગલે શહેરના અનેક વિસ્તારોમાં ગરકાવ થયા છે. દરમિયાન રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદના પગલે ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમએ વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો છે.

    12:46 (IST)
      હાલ ફરીથી વરસાદ શરૂ થઇ ગયો છે. આર્મીનાં વાહનોમાં લોકો લોકોને લઇ જવામાં આવી રહ્યાં છે. આર્મીનાં અધિકારી, આર. કે. સિંગ, 'અમે સવારથી જ ફસાયેલા લોકોને તેમના ઘરે કે જ્યાં જવું છં ત્યાં પહોંચાડી રહ્યાં છે.'


    12:36 (IST)

    શહેરનાં ફતેહગંજ, કમાટી બાગ, વાઘોડિયા વિસ્તારમાં આવેલી મોટાભાગની સોસાયટીઓના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી ગઇ છે. યુદ્ધના ધોરણે સોસાયટીના રહીશોએ તેમની ઘરવખરી બચાવવા દોડધામ કરી. જેટલો સામાન કે ફર્નિચર બચી જાય તે માટે તેમને ઉપરના માળે કે પછી અન્ય રહીશોના ઘરમાં ગોઠવી રહ્યાં છે. હાલ રાજ્ય સરકારની નજર વડોદરા શહેર પર છે કે બને તેટલી ઝડપથી પાણી ઓસરી જાય.  વરસાદી આફત વચ્ચે કેટલાક લોકો એ શાકભાજી અને દૂધની કાળાબજારી શરૂ કરી છે. 

    12:36 (IST)

    શહેરનાં ફતેહગંજ, કમાટી બાગ, વાઘોડિયા વિસ્તારમાં આવેલી મોટાભાગની સોસાયટીઓના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી ગઇ છે. યુદ્ધના ધોરણે સોસાયટીના રહીશોએ તેમની ઘરવખરી બચાવવા દોડધામ કરી. જેટલો સામાન કે ફર્નિચર બચી જાય તે માટે તેમને ઉપરના માળે કે પછી અન્ય રહીશોના ઘરમાં ગોઠવી રહ્યાં છે. હાલ રાજ્ય સરકારની નજર વડોદરા શહેર પર છે કે બને તેટલી ઝડપથી પાણી ઓસરી જાય.  વરસાદી આફત વચ્ચે કેટલાક લોકો એ શાકભાજી અને દૂધની કાળાબજારી શરૂ કરી છે. 

    12:19 (IST)

    વડોદરામાં 24 કલાકમાં 20 ઈંચ વરસાદ બાદ વડોદરામાં NDRFની 4 ટીમો દ્વારા રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. ભરવાડ વાસમાં પશુ સહિત 50થી વધુ લોકોને બચાવાયા છે. 

    ન્યૂઝ18 ગુજરાતી :  આખા ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ ગઇકાલે થઇ હતી. જેમાં વડોદરામાં તો વરસાદે 35 વર્ષનો રેકોર્ડ તોડીને 24 કલાકમાં 20 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદનાં રોદ્ર સ્વરૂપે 6 લોકોનો ભોગ લીધો છે. વડોદરાની સાથે સાથે આખા રાજ્યમાં વરસાદે માઝા મુકી છે. આજે વડોદરામાં ધોધમાર વરસાદ નથી પરંતુ ઘણાં વિસ્તારોમાં હળવો વરસાદ પડીને બંધ થાય છે. પરંતુ આખું શહેર જળબંબાકાર થઇ ગયું છે.  અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

    ઉપરવાસમાંથી પાણીની આવક વધતા આજવા સરોવર ડેમનાં 65 દરવાજા ખોલવામાં આવ્યાં. આ ડેમની સપાટી 212.50 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાં એટલે હોલોલ, કાલોલમાં ભારે વરસાદને કારણે સરોવરમાં પાણીની આવક વધી રહી છે. વિશ્વામિત્રી નદીમાં પાણીમાં પણ વધારો થઇ રહ્યો છે. પહેલા જ વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. ત્યારે અહીં વધારે પાણી આવતા સ્થિતિ ભયજનક બની શકે છે.

    વડોદરાની અન્ય અપડેટ મેળવવા માટે નીચે જુઓ.




    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો