વડોદરામાં 2.5 ઇંચ વરસાદ, પાદરાની શાળાઓમાં રજા

News18 Gujarati
Updated: July 12, 2018, 11:59 AM IST
વડોદરામાં 2.5 ઇંચ વરસાદ, પાદરાની શાળાઓમાં રજા
પાદરાની શાળાઓમાં રજા
News18 Gujarati
Updated: July 12, 2018, 11:59 AM IST
વડોદરામાં સમી સાંજથી વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આજે સવારે પણ ચાલુ જ હતો. શહેરમાં 2.5 ઇંચ વરસાદને કારણે એકબાજુ લોકોમાં ઉત્સાહની લાગણી છે જ્યારે બીજી બાજુ જનજીવન પર અસર પડી હતી. શહેરના નિચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં અને ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો.

છેલ્લાં ઘણાં દિવસોથી લોકો ઉકળાટથી હેરાન થઇ ગયા હતાં ત્યારે મંગળવારની રાતથી મેઘરાજાની પધરામણી થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરા ઉપરાંત તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી.

પાદરાની શાળાઓમાં રજા

પાદરામાં પણ કાલ સમી સાંજથી વરસાદ શરૂ થયો છે. જેના કારણે ઠેકઠેકાણે પાણી ભરાઇ ગયા છે. ઉપરાંત રહેણાંક વિસ્તારમાં 30થી 40 ફૂટ ઊંડો ભુવો પડ્યો છે. પાદરા નગર પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી નિષ્ફળ નીવડી હોય તેવું દેખાઇ રહ્યું છે. જેના કારણે પાલિકાના કામ પર સવાલો ઉઠ્યાં છે. પાદરા શહેરની ખાનગી અને સરકારી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

પાદરામાં પણ કાલ સમી સાંજથી વરસાદ શરૂ


છેલ્લા ૨4 કલાકમાં વરસાદ

વડોદરા  2.5 ઈંચ
Loading...

કરજણ  2 ઈંચ
પાદરા  2.5 ઈંચ
ડભોઇ  1.5 ઈંચ
વાઘોડિયા  1 ઈંચ

નીચાણવાળા વિસ્તારોમાં પાણી


વિશ્વામિત્રી નદીની સપાટી વધી

ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે આજવા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. આજવા ડેમની સપાટી અત્યારે 205.65 ફૂટ પર પહોંચી છે. જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી 11 ફૂટે પહોંચી છે.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...