Home /News /madhya-gujarat /

Vadodara : કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, ગરમીના કારણે લોકો બફાયા

Vadodara : કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, ગરમીના કારણે લોકો બફાયા

નગરજનો પરસેવે રેબઝેબ, આવનારા દિવસોમાં ગરમી યથાવત રહેશે. 

સવારના 9 વાગ્યાથી કડકડતી ગરમીનો અનુભવ શહેરીજનોને થવા લાગે છે. જેમાં સાંજે પણ કોઈ ખાસ ફેરફાર નોંધતો નથી. જેમાં ખાસ કરીને બપોરના સમયે ગરમીના કારણે શહેરના રાજમાર્ગો ખાલી જોવા મળે છે.

    વડોદરા: છેલ્લા ત્રણ દિવસથી વહેલી સવારે વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહેતું હોય છે. પરંતુ એ થોડા સમય પૂરતું જ મર્યાદિત હોય છે. સવારના 9 વાગ્યાથી (Early morning) કડકડતી ગરમીનો (Heat wave) અનુભવ શહેરીજનોને થવા લાગે છે. જેમાં સાંજે પણ કોઈ ખાસ ફેરફાર નોંધતો નથી. જેમાં ખાસ કરીને બપોરના સમયે શહેરના રાજમાર્ગો પર વાહનોની અવર જવર ઘટી જાય છે. જોકે, ઘર- ઓફિસની બહાર નીકળેલી મહિલાઓએ માથુ અને મોંઢું ઓઢણીથી ઢાકીને નીકળવુ પડ્તું હોય છે. જ્યારે પુરુષો લૂથી બચવા રૂમાલ બાંધતા હોય છે. ઘર અને ઓફિસમાં રહેલા લોકોએ ગરમી સામે રાહત મેળવવા એસી- એર કૂલર અને પંખાના સહારે હોય છે. માત્ર બપોરે જ નહીં પરંતુ સંધ્યા કાળ પછી પણ ઉકળાટ યથાવત રહે છે.

    12 કિ.મી.ની ઝડપે દરીયાઈ પવન ફૂંકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા

    શહેરમાં ગઈકાલ સોમવારે તાપમાન 40 ડિગ્રીની કાળઝાળ ગરમી પર સ્થિર રહ્યું હતું. તથા 12 કિ.મી.ની ઝડપે દરીયાઈ પવન ફૂંકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ગઈકાલે ગરમીનો પારો ભલે 0.8 ડિગ્રી ઘટ્યો હોય પરંતુ 40 ડિગ્રીની આકરી ગરમી 44 ડિગ્રી જેવી અનુભવાતી હતી. સવારે હવામાં ભેજનુ પ્રમાણ 69 ટકા રહ્યુ હતુ. ગરમ બાફ મારતા પવન ફૂંકાયા હતા. જેના કારણે ગરમીમાં ઉકળાટ વધ્યો હતો અને લોકો પરસેવે રેબઝેબ થયા હતા. જેમાં સાંજે હવામાં ભેજનુ પ્રમાણ 31 ટકા હતુ. જ્યારે હવાનુ દબાણ 1000.5 મિલીબાર્સ રહ્યુ હતુ. એકંદરે ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણને કારણે વડોદરાવાસીઓ પરસેવે રેબઝેબ થયા હતા અને તોબા તોબા પોકારી ગઈ હતી. માત્ર માનવ જીવન જ નહીં પરંતુ રખડતા ઢોર અને કમાટીબાગ ખાતેના પ્રાણીઓ અને પક્ષીઓનુ જીવન પણ પ્રભાવિત થયુ હતુ.

    આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસું ક્યારે? છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં સરેરાશ કેટલો વરસાદ પડ્યો?

    બુધવારે શહેરમાં લઘુતમ તપામનનો પારો 28 ડિગ્રી તથા મહતમ તપામનનો પારો 42 ડિગ્રી નોંધવાની સાંભવના

    વડોદરા શહેરમાં આજરોજ મંગળવારે લઘુતમ તાપમાનનો પારો 28 ડિગ્રી તથા મહતમ તાપમાનનો પારો 41 ડિગ્રી નોંધાયેલ છે. જેમાં ભેજનું પ્રમાણ 28 ટકા તથા હવાની ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાયેલ છે. આવતીકાલ બુધવારે શહેરમાં લઘુતમ તપામનનો પારો 28 ડિગ્રી તથા મહતમ તપામનનો પારો 42 ડિગ્રી નોંધવાની સાંભવના રહેલી છે. જેમાં ભેજનું પ્રમાણ 41 ટકા તથા હવાની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર